(જી.એન.એસ),તા.23
મુંબઇ,
પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની ફિલ્મ કલ્કી 2898 એડી 27 જૂનમાં ઘરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને લોકો તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો હતો. જે લોકો ફિલ્મ સિનેમા ઘરમાં જોઈ શક્યા ન હતા તેમના માટે કલ્કી 2898 એડી ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવી છે. કલ્કી 2898 એડી ફિલ્મ ઓટીટી પ્લેટફોલ્મ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરી દેવામાં આવી છે. આ ફિલ્મને પણ રિલીઝ થયાની સાથે જ અનેક લોકો જોઈ ચૂક્યા છે. અને જે લોકોએ આ ફિલ્મ જોઈ છે તે લોકો હવે સોશિયલ મીડિયા પર પ્રભાસને ટ્રોલ કરી રહ્યા છે. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ જોયા પછી યુઝર્સ પ્રભાસના પાત્રને લઈને પોતાની ટીપણી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. કલ્કી 2898 એડી ફિલ્મ જ્યારથી ઓટીટી પર રિલીઝ થઈ છે ત્યારથી પ્રભાસનું પાત્ર જ ચર્ચાનો વિષય છે. ઓટીટી પર કલ્કી 2898 એડી ફિલ્મ જોયા પછી લોકો અરશદ વારસીને સાચો ગણાવીને તેનો સપોર્ટ કરી રહ્યા છે.
બોક્સ ઓફિસ પર ફિલ્મને શાનદાર રિવ્યુ મળ્યા હતા પરંતુ કલ્કી 2898 એડી ફિલ્મના ડિજિટલ રિલીઝ પછી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જે લોકો ફિલ્મ જોઈ ચૂક્યા છે તેઓ સોશિયલ મીડિયા પર એવું કહી રહ્યા છે કે ફિલ્મ સારી છે પરંતુ ભૈરવના પાત્રમાં પ્રભાસ ખરેખર જે રીતે અરશદ વારસીએ કહ્યું તે રીતે જોકર જેવો લાગે છે. એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે, “અરશદ વારસી ખોટો છે. જોકર તો મજેદાર હોય છે પરંતુ કલ્કી 2898 એડી ફિલ્મમાં પ્રભાસ જરા પણ મજેદાર નથી લાગતો”. અન્ય એક યુઝરે એવું લખ્યું છે કે ” અરશદ વારસીએ પ્રભાસને જોકર જેવો કહીને કંઈ જ ખોટું નથી કહ્યું, તેને પણ પ્રભાસનું પાત્ર પસંદ નથી આવ્યું.” અનેક લોકો એવા છે જે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી રહ્યા છે કે ખરેખર કલ્કી ફિલ્મમાં પ્રભાસ જોકર જેવો લાગે છે અને તેના સીન પણ ખૂબ જ ખરાબ છે. એક યુઝરે કોમેન્ટ કરીને એવું પણ લખ્યું છે કે, “બાહુબલી સિવાય પ્રભાસ એક પણ ફિલ્મમાં માસ્ટર ક્લાસ કહેવાય તેવી એક્ટિંગ કરી શક્યો નથી. તે ખરેખર ક્રાઉડ પુલર કલાકાર છે પરંતુ એક્ટિંગની બાબતમાં તે એવરેજ સાબિત થયો છે. અર્શદ વારસી 100% સાચો છે કલ્કી 2898 એડી ફિલ્મમાં પ્રભાસ જોકર જેવી જ એક્ટિંગ કરે છે.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.