કલોલ સાથેજમાં આવેલા સિદ્ધિવિનાયક એસ્ટેટમાં પટેલ પેટ પ્રી ફોર્મર્સ નામની કંપની ચલાવતા માલિક ઉત્સવ રમેશભાઈ પટેલના ભાગીદાર હિમાંશુ કાંતિલાલ પટેલ જેવો છેલ્લા આઠ વર્ષથી ભાગીદારીમાં આ ફેક્ટરી ચલાવે છે. ઉત્સવ ભાઈ રમેશભાઈ પટેલને વિપુલભાઈ હર્ષદભાઈ રાવલ પાસેથી ખાનગી કામના 1,95,000 રૂપિયા લેવાના નીકળતા હોવાથી તેમને 7/10/22ના રોજ ઉત્સવ પટેલને ફોન કરીને જણાવ્યું હતું. અમદાવાદ સાયન્સ સીટી પાસે આવેલા પી.એમ.આંગડિયા પેઢીમાંથી 1,95,000 રૂપિયા લઈ લેજો.
જેથી પટેલ ઉત્સવ 8/10/2022 ના સવારે ઘરેથી પોતાની ગાડી લઈને વિપુલભાઈ રાવળે બતાવેલ જગ્યા ઉપર પૈસા લેવા માટે ગયા હતા. સ્થળ ઉપર પીએમ આંગડિયાની પેઢીમાં ગયા બાદ ઉત્સવએ નાણા લઈ લીધા બાદ તે પૈસા લેધરની બેગમાં મુકેલા હતા અને તે બેગ ગાડીના ડ્રાઇવર સીટની પાછળના ભાગે મુકેલી હતી. ત્યારબાદ ઉત્સવભાઈ પોતાની ગાડી લઈને સાથે જ ખાતે આવેલી ફેક્ટરીએ પહોંચી ગયા હતા.
ત્યારબાદ તેમને તેમની ગાડી ફેક્ટરીની આગળ ઉભી રાખી. ઉત્સવભાઈ અંદર ગયા હતા. અંદર ગયા બાદ અચાનક યાદ આવ્યું કે પૈસા ભરેલી બેગ તો ગાડીમાં જ રહી ગઈ, જેથી ઉત્સવભાઈ બેગ લેવા માટે પરત ગાડી બાજુ ફર્યા હતા. તે વખતે તેમને જોયું તો ગાડીનો પાછળના ડાબાભાગનો કાચ તૂટેલો હતો અને અંદર પૈસા ભરેલી લેધરની બેગ ગાયબ હતી.
જેથી ઉત્સવભાઈએ તેમની કંપનીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તો તેમાં જોયું કે એક કાળા કલરના બાઈક ઉપર બે અજાણ્યા માણસો પૈસા ભરેલ બેગ લઈને જતા દેખાતા હતા. સીસીટીવી ફૂટેજમાં તેમનો બાઈકનો નંબર પણ બરાબર દેખાતો ન હતો.
માટે ઉત્સવભાઈએ બે અજાણ્યા માણસો ગાડીનો કાચ તોડી ગાડીમાંથી 1,95,000 રૂપિયા ભરેલી બેગ ચોરી કરીને ફરાર થઈ ગયાની ફરિયાદ સાતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.