ગાંધીનગરમાં વાહન ચોરીના બનાવોની વણઝાર વચ્ચે કલોલ-સરઢવ રોડની સાઈડમાં મુકેલી અકસ્માતગ્રસ્ત બાઈકની પણ તસ્કરોએ ઉઠાંતરી કરી હતી. જે અંગેની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. રાજ્યનું પાટનગર ગાંધીનગર સીસીટીવી સર્વેલન્સ કેમેરા થકી ઘેરાયેલું હોવા છતાં તસ્કરો વાહન ચોરીના ગુનાને ઉપરાછાપરી અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. દરરોજ જિલ્લા પોલીસ મથકોની હદ વિસ્તારમાં વાહન ચોરીની બૂમરાણ ઉઠી છે, ત્યારે પોલીસ પણ ચોરીના ગુનાઓ પર અંકુશ મેળવવા દોડધામ કરી રહી છે પણ તસ્કરો રોજ ચોરીના ગુનાને અંજામ આપવામાં સફળ નીવડી રહ્યા છે.
એમાંય વળી તસ્કરો અકસ્માતગ્રસ્ત બાઈક પણ ચોરીને ફરાર થઈ ગયાની ફરિયાદ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. કલોલ વામજ રોડ પથ હાઈલાઈટ સોસાયટીમાં રહેતા કંદર્પ ગંગાધરભાઇ ઓજા મહેસાણા જી.આઇ.ડી.સી. ખાતે અજય ઓટો એજન્સીમાં ઓફિસ બોય તરીકે નોકરી કરે છે. જેમનો પુત્ર ગુંજન કલોલ પંચવટી એપોલો ફાર્મસીમાં નોકરી કરે છે.
તા. 11મી ડિસેમ્બરના રોજ ગુંજન બાઈક લઈને તેના મિત્રને મળવા માટે પેથાપુર જઈ રહ્યો હતો, ત્યારે કલોલ-સરઢવ રોડ નારાયણી ફાર્મ આગળ બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ગુંજનને શરીરે ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગુંજનનું બાઈક પણ અકસ્માત સ્થળે પડી રહ્યું હતું, ત્યારે કંદર્પભાઇએ તેમના સાળા રાજુ કાંતીભાઈ પ્રજાપતિને અકસ્માતવાળી જગ્યાએથી બાઈક લઈ આવવા માટે મોકલ્યા હતા, પરંતુ તસ્કરો અકસ્માતગ્રસ્ત બાઈક પણ ચોરી ગયાનું માલૂમ પડ્યું હતું. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.