Home ગુજરાત ગાંધીનગર કલોલમાં રકનપુર ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ

કલોલમાં રકનપુર ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ

25
0

(G.N.S) dt. 30

ગાંધીનગર,

ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર અને ગૃહ વિભાગના અધિક સચિવશ્રી મુકેશ પુરીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્ર સરકાર દ્વારા જનજન સુધી લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવા, લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચાડવા અને વિવિધ યોજનાઓની જાગૃતિ ફેલાવવાના ધ્યેય સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં રકનપુર ખાતેથી કલોલના ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર અને ગૃહ વિભાગના અધિક સચિવશ્રી મુકેશ પુરીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. કલોલ રણછોડપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રી આવાસ યોજના, દિનદયાળ અંત્યોદય યોજના, મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, ઉજ્જવલા યોજના, પૂર્ણાશક્તિ યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પીએમ કિસાન સમ્માન યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા સ્ટોલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિરામય ગુજરાત પહેલ અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો.
આ પ્રસંગે રકનપુર પ્રાથમિક શાળાના બાળકોએ નાટક પ્રસ્તુતિ દ્વારા સમતોલ આહાર અને ધરતી કહે પુકાર કે કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો સંદેશો પહોંચાડ્યો હતો.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિવિધ રાજ્યોના કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો, જેનું ઉપસ્થિત સૌ લોકોએ સીધું પ્રસારણ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ ઝારખંડના દેવઘરમાં નવનિર્મિત જન ઔષધિ કેન્દ્રના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી હતી. આ જન ઔષધિ કેન્દ્ર દેશનું ૧૦૦૦૦મું કેન્દ્ર છે.

બાદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગતના ઓન ધ સ્પોટ ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. નારી સન્માનના ભાગરૂપે ઉચ્ચ અભ્યાસ કરતા ગામના તેજસ્વી દીકરીનું સન્માન પણ કરાયું હતું. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે આવકનાં પ્રમાણપત્રો, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય વગેરે લાભો આપીને લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા. આ ઉપરાંત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માટે ઉપસ્થિત સૌ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. પ્રધાનમંત્રી પ્રણામ યોજના અંતર્ગત કૃષિમાં યુરિયાનો ઉપયોગ ઘટાડવા માટે તેમજ ડ્રોન સહિતની ટેકનોલોજીનો ઉપયોગ વધે તે માટે રકનપુર ખાતેના જ ખેતરમાં ડ્રોનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રોન દ્વારા એરંડાના પાક પર યુરિયાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગૃહવિભાગના અધિક સચિવ શ્રી મુકેશ પુરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, કલોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી બબીતાબેન ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી બી. કે. પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત રાજ્ય માહિતી કમિશનર શ્રી કે. એમ. અધ્વર્યુ અને શ્રી વી. પી. પંડ્યાનો કાર્યકાળ પૂર્ણ થતા ગાંધીનગર ખાતે વિદાય સમારોહ યોજાયો
Next articleઈન્ડીયન ઈન્સટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગર ખાતે લિડરશીપ એન્હેન્સમેન્ટ પ્રોગ્રામનું આયોજન