Home ગુજરાત કલોલમાં મૃતક પરિણીતાના ભાઈએ કહ્યું- ‘મારી બેન નાની નાની વાતમાં ખોટૂ લગાડી...

કલોલમાં મૃતક પરિણીતાના ભાઈએ કહ્યું- ‘મારી બેન નાની નાની વાતમાં ખોટૂ લગાડી દેતી હતી’

41
0

કલોલમાં પત્નીએ પતિ પાસે માગેલા દસ રૂપિયા પતિ ન આપતા જે બાબતનું પત્નીને ખોટું લાગતા પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. વધુ વિગતો માટે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી. કલોલ રેલવે પૂર્વમાં રહેતા દંતાણી પરિવારમાં તહેવારના દિવસે જ શોકનું મોજુ ફરી ભર્યું હતું. કલોલ રેલવે પૂર્વમાં આવેલા જોગણી માતા મંદિર પાસે હરી કૃપા હોસ્પિટલની બાજુમાં રહેતા દંતાણી યોગેશભાઈ ગોવિંદભાઈના પત્નીએ કોઈ કારણસર પતિ પાસે 10 રૂપિયાની માંગણી કરી હતી. જે પતિ યોગેશભાઈ ગોવિંદભાઈ દંતાણી દ્વારા આપવામાં ન આવ્યા હતા.

જેથી દસ રૂપિયા જેવી નજીવી બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ અને તેણે ઝઘડાનું સ્વરૂપ લઈ લીધું હતું. ઝઘડો વધી જતા પત્નીએ ન ભરવા જેવું પગલું ભરી લીધું હતું. પત્નીએ ઘરની અંદર જઈને દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જે બાબતે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે, મૃતક અનિતાબેન યોગેશભાઈ દંતાણી જેવો ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું. તેઓ નાની-નાની બાબતે ખોટું લગાડી દે તેવા સ્વભાવના હતા. તેમજ તેમને નાની નાની બાબતે ગુસ્સો પણ જલ્દી આવી જતો હતો.

સ્વભાવમાં સારી તો સારી રહે અને ખરાબ તો ખરાબ તેવા સ્વભાવની મૃતક અનિતા હતી આ તમામ માહિતી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવનાર અનિતાબેન યોગેશભાઈ દંતાણીના ભાઈએ પોલીસની પૂછતાછમાં જણાવ્યું હતુ. વધુમા જાણવા મળેલ તે મુજબ મૃતકનો પરિવાર મૂળભૂત મહેસાણાનો વતની છે અને કમાવાના અર્થે વડોદરા ખાતે સેટ થયેલા છે. મૃતક અનિતાબેન દંતાણીએ અરેન્જ મેરેજ કર્યા હતા અને બાળકમાં તેમને એક દીકરો છે.

વધુમાં આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી આર્થિક રીતે ગરીબ હતા. તેમજ મૃતક અનિતા દંતાણીને માતા-પિતા ન હતા. પરિવારમાં બે ભાઈ તેમજ ચાર બહેનો છે. મોટી બહેન એક ગુજરી ગઈ છે. જે બાબતનું પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભચાઉ પાસે પ્લાસ્ટિક સામગ્રી બનાવતા મીની એકમમાં આગથી ભારે નુકસાન
Next articleવડોદરાની યુવતીને વર્ક પરમિટ પર કેનેડા મોકલવા નામે એજન્ટે 2.95 લાખ પડાવ્યા