Home ગુજરાત ઉત્તર ગુજરાત કલોલમાં ચોરોએ ૪.૬૪ લાખની ચોરી કરતા ફરિયાદ નોંધાવી

કલોલમાં ચોરોએ ૪.૬૪ લાખની ચોરી કરતા ફરિયાદ નોંધાવી

50
0

કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારની નારાયણભાઇની ચાલીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા જ્યંતીભાઇ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા મુજબ પરિવારજનો ઘરને તાળુ મારી લક્ઝરી બસમાં સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતાં.

દરમિયાન તેઓ ભાવનગર ખોડિયાર મંદિરે પહોંચ્યા ત્યારે તેમના પડોશીએ ફોન કરી જાણ કરી હતી કે તમારા ઘરનું તાળુ તુટેલુ પડ્યુ છે અને દરવાજા ખુલ્લા પડ્યા હોવાથી ચોરી થઇ હોવાનું લાગે છે.

તેવી જાણ થતાની સાથે પરિવાર ભાવનગરથી ટેક્સી કરી પરત ફર્યો હતો અને ઘરમાં તપાસ કરતા કબાટ તુટેલુ હતુ અને અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૪.૬૪ લાખની માલમત્તા ચોરીઇ હોવાનું જણાઇ આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કલોલનો પરિવાર સૌરાષ્ટ્ર ફરવા ગયો હતો ત્યારે તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી કબાટ તોડીને અંદરથી રૂ. ૨.૮૨ લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ. ૪.૬૪ લાખની માલમત્તા ચોરી નાસી ગયા હતાં.

પડોશીએ ચોરી થઇ હોવાની જાણ કરતા પરિવાર ભાવનગર ખોડિયાર મંદિરથી તાબડતોડ પરત આવી ગયો હતો અને તપાસ કર્યા બાદ કલોલ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field