Home ગુજરાત ઉત્તર ગુજરાત કલોલમાં ઈલેક્ટ્રિક એન્જિનિયરે શોર્ટકર્ટથી રૂપિયા કમાવવા નોટ છાપી હોવાનો થયો ખુલાસો

કલોલમાં ઈલેક્ટ્રિક એન્જિનિયરે શોર્ટકર્ટથી રૂપિયા કમાવવા નોટ છાપી હોવાનો થયો ખુલાસો

26
0

તાજેતરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કલોલના સિંદબાદ ઓવરબ્રિજ પાસેથી મોપેડ ઉપર સૂટકેસમાં નકલી નોટો વેચવા ફરી રહેલા અમદાવાદ ગોતાના યુવાનને ઝડપી રૂ. 2 હજારના દરની 492 નોટો જપ્ત કરી લેવાઈ હતી. આ પ્રકરણમાં એસઓજીએ ચાર દિવસના રિમાન્ડ મેળવી ભેજાબાજ યુવાનની મેરેથોન પૂછતાંછ હાથ ધરતાં તેણે શોટકર્ટથી રૂપિયા કમાવવા માટે ગુનાને અંજામ આપ્યો હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ વી ડી વાળાની ટીમનાં ફોજદાર આર આર પરમારે સ્ટાફના માણસો સાથે પૂર્વ બાતમીના આધારે કલોલનાં સિંદબાદ ઓવરબ્રિજ પાસેથી બે હજારના દરની નકલી નોટો વેચવા ફરી રહેલા ઋત્વિજ શૈલેષકુમાર રાવલ (રહે, 602, ઈલાઈટ 113, વંદે માતરમ રોડ, ગોતા, મૂળ રહે લાડોલ, બ્રાહ્મણવાસ, વિજાપુર) ને આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો.

જેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા 2 હજારના દરની નકલી 492 જેટલી નોટો મળી આવી હતી. એસઓજીએ 9.84 લાખની નકલી નોટો જપ્ત કરીને કડકાઈથી પૂછતાંછ કરતાં ઘરમાં જ કલર પ્રિન્ટર મારફતે નકલી નોટો છાપતો હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે તેના ઘરેથી પ્રિન્ટર અને નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાંતા કાગળો સહિતની ચીજ વસ્તુઓ કબજે લઈ ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.જે આવતીકાલે પૂરા થવાનાં છે. આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ વી ડી વાળાએ જણાવ્યું હતું કે, રિમાન્ડ દરમ્યાન પૂછતાંછ હાથ ધરવામાં આવતા ઋત્વિજ શેર બજારનો ધંધો કરે છે. પણ તેને કોઈ ખાસ સફળતા મળી નથી.

પોતે ઈલેક્ટ્રીક એન્જિનિયર હોવાથી શોટકર્ટ થી રૂપિયા કમાવવા માટે નકલી નોટો છાપીને બજારમાં વટાવી લેવાનો પ્લાન ઘડી કાઢયો હતો. જેનાં માટે જીએમડીસી ગ્રાઉંડ ખાતે ભરાયેલા એક્સપોમાંથી પ્રિન્ટરની ખરીદી કરી હતી. જ્યારે નોટો છાપવા માટેના કાગળો, કટર અને સ્ટેપલર સહીતની ચીજો અમદાવાદના રીલિફ રોડથી ખરીદી કરી હતી. બાદમાં પોતાના ઘરે અનુકૂળતા મુજબ પરિવારની જાણ બહાર પ્રિન્ટર થકી નકલી નોટો છાપતો હતો.

અને સૂટકેસમાં નોટો લઈને બજારમાં વેચવા માટે નિકળ્યો હતો. જો કે ડુપ્લીકેટ નોટો બજારમાં ફરતી થાય એ પહેલાં જ ઋત્વિજને ઝડપી લેવામાં આવ્યો હતો. જેનાં ચાર દિવસના રિમાન્ડ આવતીકાલે પૂરા થવાના છે. આ સિવાય અગાઉ પણ તેના વિરુદ્ધમાં મહેસાણામાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleAMCની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી
Next articleસ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને કોર્ટ જેલની સજા અને દંડ ફટકારયો