Home દેશ - NATIONAL કર્ણાટક ચૂંટણી પૂર્ણ, પેટ્રોલ 56 મહિનાની હાઈટ પર…!!

કર્ણાટક ચૂંટણી પૂર્ણ, પેટ્રોલ 56 મહિનાની હાઈટ પર…!!

718
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.14
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થતાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાંક સમયથી પેટ્રોલ-ડીઝલના સ્થિર કિંમતોમાં ફરીથી વધારો થવા જઇ રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 74.80 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 66.14 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નઈમાં પેટ્રોલ 77.61 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 69.79 રૂપિયા પ્રતિ લીટર, કોલકત્તામાં પેટ્રોલ 77.50 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 68.68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. મુંબઈમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે અને તે 82.65 રૂપિયા પ્રતિ લીટર અને 70.43 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.
પહેલેથી જ એવી આશંકા હતી કે કર્ણાટક ચૂંટણી થતાં જ આવું થશે. 12મે ના રોજ ચૂંટણી થઇ ગઇ છે અને તેના એક જ દિવસ પછી તેલના ભાવ વધી ગયા છે. ગયા વર્ષે ગુજરાત ચૂંટણી પહેલા ઇન્ડિય ઓઇલ કોર્પોરેશન જેવી સરકારી કંપનીઓએ ત્યાં લગભગ 15 દિવસ સુધી સતત 1-3 પૈસાનો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં 14 ડિસેમ્બર, 2017ના રોજ વિધાનસભા ચૂંટણી થઇ હતી. ત્યાં પણ વોટિંગ પછી તેલ કંપનીઓએ ભાવ વધારવા શરૂ કરી દીધા.
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નક્કી કરવાની ફોર્મ્યુલા અપનાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ તેલ મોંઘુ થતા અને કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થતા ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચારને જોતાં સરકારના ઇશારા પર પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારને અટકાવી દીધો હતો પરંતુ મતદાન પૂર્ણ થતાં ફરી તે ભડકે બળવા લાગ્યું છે. જેના પગલે સરકાર સામે લોકોની નારાજગી વધી છે.
ખાસ વાત એ છેકે છેલ્લા 14-15 મહિનામાં ક્રૂડ ઓઇલનો ભાવ પહેલી વખત 70 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો કમજોર થઇ રહ્યો છે જેની અસર પણ સીધી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે.
રવિવારે 13 મેના રોજ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: રૂ.74.63 અને 82.48 હતો જ્યારે ડીઝલનો ભાવ બંને સ્થાનો પર ક્રમશ: 65.93 અને 70.20 પ્રતિ લીટર હતો. આગામી સમયમાં આ ભાવ વધારાના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર તેની અસર જોવા મળી શકે છે. જેના કારણે ફરીથી મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસમસ્યા દિનરાત છે…પણ સૌ એક છે, સૌ નેક છે..હશે. ગુજરાત છે
Next articleરૂપાણી મંત્રીમંડળમાં થશે ફેરફાર, નીતિન પટેલનું લેવાશે રાજીનામું….!!?