(જી.એન.એસ) તા. 24
નવી દિલ્હી,
કર્ણાટકમાં કોન્ટ્રાક્ટની અંદર 4% મુસ્લિમ અનામતને લઈને સોમવારે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ બંધારણની રક્ષા બંધ કરોનો સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજ્જુ અને ભાજપ નેતા જે.પી. નડ્ડાએ કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. બંને નેતાઓએ કર્ણાટકના ડેપ્યુટી સીએમ દ્વારા ગૃહમાં આપેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો.
ભારતના બંધારણ સંદર્ભે કોંગ્રેસે જે નિવેદનો કર્યા છે, તેના પર જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે, કોંગ્રેસે બાબા સાહેબે બનાવેલ બંધારણના તોડયું નાખ્યું. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે દક્ષિણમાં કોંગ્રેસ સરકારે કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત માટેનું બિલ પસાર કર્યું છે. નડ્ડાએ ડેપ્યુટી સીએમના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ ગંભીર બાબત છે.
ત્યારે આ મામલે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તેમની બેઠક પરથી ઉભા થઈને કહ્યું કે હું એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા તરફ ગૃહનું ધ્યાન દોરવા માંગુ છું. સંસદીય કાર્ય મંત્રીના જવાબમાં કર્ણાટક સરકારે મુસ્લિમ સમુદાય માટે સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત માટેનું બિલ પસાર કર્યું છે. ત્યાંના ડેપ્યુટી સીએમ (કર્ણાટક)એ ગૃહમાં કહ્યું છે કે જો જરૂર પડશે તો અમે આ માટે બંધારણમાં ફેરફાર કરીશું. સાથે જ કિરણ રિજિજુએ કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.