Home અન્ય રાજ્ય કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાની તકલીફોમાં થઈ શકે...

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાની તકલીફોમાં થઈ શકે છે વધારો

24
0

બેંગલુરુની એક કોર્ટે પોકસો કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું

(જી.એન.એસ) તા. 14

બેંગલુરુ,

 કર્ણાટક ભાજપના સિનિયર નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ અગાઉ પોક્સો એક્ટ અને આઈપીસીની કલમ 354એ (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ હવે બેંગલુરુની એક કોર્ટે તેમની સામે પોકસો કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. જ્યારે થોડા કલાકો પહેલા જ કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ ગુરુવારે કહ્યું હતું કે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી), જે પોકસો એક્ટ હેઠળ યેદિયુરપ્પા વિરુદ્ધ કેસની તપાસ કરી રહ્યું છે, તેણે તેમને પૂછપરછ માટે હાજર રહેવા અને જો જરૂર પડે તો ભારતીય જનતા પાર્ટી નેતાને નોટિસ જારી કરી છે. ધરપકડ પણ થઈ શકે છે. આ વિશે પોલીસના જણાવ્યા અનુસાર, 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે યેદિયુરપ્પા વિરુદ્ધ પોકસો અને ભારતીય દંડ સંહિતાની કલમ 354એ (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ યેદિયુરપ્પાએ અહીં ડૉલર કોલોનીમાં તેના નિવાસસ્થાને એક મીટિંગ દરમિયાન તેની પુત્રીનું યૌન શોષણ કર્યું હતું.

આ મામલે સ્પષ્ટતા આપતા યેદિયુરપ્પાએ કહ્યું કે એક મહિલા ઘરે રડતી રડતી આવી હતી. તેમની સમસ્યા સાંભળ્યા બાદ પોતે કમિશનરને ફોન કરીને મદદ કરવા જણાવ્યું હતું. એ જ મહિલા હવે તેની વિરુદ્ધ બોલી રહી છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રીએ હાઈકોર્ટમાં અરજી કરી છે.

આ સમગ્ર ઘટનામાં સદાશિવનગર પોલીસે 14 માર્ચે કેસ નોંધ્યાના થોડા કલાકો પછી, પોલીસ મહાનિર્દેશક આલોક મોહને તાત્કાલિક અસરથી વધુ તપાસ માટે કેસ સીઆઈડીને સોંપવાનો આદેશ જારી કર્યો હતો. યેદિયુરપ્પા પર આક્ષેપો કરનાર 54 વર્ષીય મહિલાનું ગયા મહિને ફેફસાના કેન્સરને કારણે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. પીડિતાના ભાઈએ આ સપ્તાહની શરૂઆતમાં કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે 14 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હોવા છતાં તપાસમાં કોઈ કાર્યવાહી થઈ નથી. અરજદારે પ્રાર્થના કરી હતી કે યેદિયુરપ્પાની ધરપકડ કરવામાં આવે અને પૂછપરછ કરવામાં આવે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ભયંકર ગંભીર માર્ગ અકસ્માત; 6 લોકોના મત
Next articleખેડા જિલ્લા સેવા સદનની ઓચિંતી મુલાકાત લેતા સીએમ ભૂપેન્દ્ર પટેલ