(જી.એન.એસ) તા. 13
બેંગલુરુ,
કર્ણાટકના કથિત અશ્લીલ વીડિયો કાંડના આરોપી જનતા દળ સેક્યુલર ધારાસભ્ય એચડી રેવન્નાને જામીન મલય છે, અપહરણ કેસમાં તેમને જામીન મળી ગયા છે. એચડી રેવન્નાને 5 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. તેઓ આજે (મંગળવારે) જેલ ની બાહર આવી શકશે.
હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના કર્ણાટકના કથિત અશ્લીલ વીડિયો કાંડમાં મુખ્ય આરોપી છે, એચડી રેવન્ના પ્રજ્વલના પિતા છે. એચડી રેવન્નાને માત્ર સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડા ન કરવાની શરતે જામીન મળ્યા છે. ઉપરાંત, કોર્ટે આદેશ આપ્યો છે કે જામીન દરમિયાન તેણે એસઆઈટી ટીમના સંપર્કમાં રહેવું જોઈએ.
કોર્ટમાં એચડી રેવન્નાના વકીલ સીવી નાગેશે દાવો કર્યો હતો કે, તે (પીડિતા) મારી (એચડી રેવન્નાની) નોકરાણી અને રસોઈયા 10 વર્ષથી વધુ સમયથી છે. તેને ઘરે આવવાનો સંદેશ મોકલવો એ અપહરણ નથી. તે માત્ર એક નોકરાણી અથવા તે રસોઈયા નથી, તે મારી સંબંધી પણ છે. સીવી નાગેશે કોર્ટમાં દલીલ કરી હતી કે રેવન્ના કેસમાં 364A ના મૂળભૂત આવશ્યક તત્વો હાજર હતા. તેમનું કહેવું છે કે પૈસા કે સત્તાનો ઉપયોગ કરીને કોઈ ધમકી આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે આને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.