Home દેશ - NATIONAL કરોડો રૂપિયાની કરચોરી સંબંધિત કેસમાં આવકવેરા વિભાગ દ્વારા લક્ઝરી કારોને જપ્ત કરી

કરોડો રૂપિયાની કરચોરી સંબંધિત કેસમાં આવકવેરા વિભાગ દ્વારા લક્ઝરી કારોને જપ્ત કરી

20
0

છેતરપિંડી કરનાર ઠગ સુકેશ ચંદ્રશેખરની 12 કારની હરાજી કરાશે

(જી.એન.એસ)નવીદિલ્હી,તા.૨૩

છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની 12થી વધુ લક્ઝરી કારની હરાજી કરવામાં આવશે. સેંકડો કરોડ રૂપિયાની કરચોરી સંબંધિત કેસમાં આવકવેરા વિભાગ દ્વારા આ કારોને જપ્ત કરવામાં આવી હતી. હરાજીની પ્રક્રિયા 28 નવેમ્બરે થશે. સુકેશ વિરુદ્ધ લગભગ 308 કરોડ રૂપિયાના ટેક્સ બાકી હોવાનો કેસ છે અને આ સંબંધમાં આવકવેરા વિભાગે ચંદ્રશેખરના ઘરે દરોડા પાડ્યા હતા.. 12 લક્ઝરી કારમાં BMW, Jaguar, Range Rover, Porsche, Rolls Royce, Bentley, Lamborghini, Ducati અને બીજી ઘણી મોંઘી કારનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગ તેમને વેચીને બાકી વેરો વસૂલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સુકેશને મોંઘી કાર રાખવાનો અને ચલાવવાનો ખૂબ જ શોખ છે.. મોંઘી કાર કલેક્શનમાં 1. BMW – રૂ 18.79 લાખ 2. રેન્જ રોવર – રૂ 44.43 લાખ 3. જગુઆર – રૂ 31.01 લાખ 4. ડુકાટી બાઇક – રૂ 3.5 લાખ 5. ઇનોવેટીવ ક્રિસ્ટા – રૂ 11.89 લાખ 6. નિસાન ટેન – રૂ 2.03 લાખ પ્રાડો 7. – રૂ. 22.50 લાખ 8. લેમ્બોર્ગિની – રૂ. 38.52 લાખ 9. રોલ્સ રોયસ – રૂ. 1.74 કરોડ 10. બેન્ટલી – રૂ. 83.35 લાખ 11. પોર્શ – રૂ. 5.08 લાખ 12. ટોયોટા ફોર્ચ્યુનર – રૂ. 15.31 લાખ..

સુકેશ ચંદ્રશેખર કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેની સામે ખંડણીથી લઈને છેતરપિંડી સુધીના કેસ છે. માત્ર IT જ નહીં પરંતુ ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ સુકેશ સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહી છે. સુકેશ હાલ જેલમાં છે. સુકેશના જીવન પર ફિલ્મ બની રહી હોવાના અહેવાલ છે. ફિલ્મમેકર આનંદ કુમાર આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આમાં સુકેશનું જીવન અને તેણે ફિલ્મી પડદે કેવી રીતે અનેક છેતરપિંડી કરી તે બતાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસએ વિદાય સમારંભમાં કહ્યું એવું
Next articleઓડિશામાં ટીચરે તેને સીટ-અપ કરાવ્યો ને તરત જ માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવી દીધો