(જી.એન.એસ) તા. 10
મેટ ગાલા દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ છે, આ ઈવેન્ટમાં સામેલ થવા માટે 75 હજાર ડોલર એટલે કે, 62 લાખ રુપિયાનો ખર્ચ કરવો પડે છે. લાખો રુપિયા આપી મેટ ગાલામાં સામેલ થનારા સેલિબ્રિટીને પણ આ ઈવેન્ટ કમેટીના નિયમોનું પાલન કરવું જરુરી હોય છે અને જો આ નિયમને કોઈએ તોડ્યો તો તેમણે આ ઈવેન્ટમાં સામેલ થવાની અનુમતિ આપવામાં આવતી નથી. તેમજ ભૂલથી કોઈ સેલિબ્રિટી આ શોને ટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે તો તેને સીધો આ ઈવેન્ટમાંથી પ્રતિબંધ કરવામાં આવે છે.
દર વર્ષની જેમ વર્ષ 2024માં પણ મેટ ગાલામાં કેટલાક મોંઘા અને અજીબો ગરીબ કપડાં સેલિબ્રિટીએ પહેર્યા હતા. સુપર મોડલ ગિગી હદદીએ પહેરેલા ડ્રેસ બનાવવા માટે 70 લોકોએ 13500 કલાકની મહેનત કરી હતી. કેટલાક સ્ટારે તો કપડાં પહેરવા માટે ડાયટિંગ શરુ કર્યું હતુ. આવા અજીબો ગરીબ કપડા પહેરવા માટે સ્ટાર વજન પણ ધટાડે છે.
કરોડો રુપિયાના ઘરેણાં અને કપડાં પહેરી સેલિબ્રિટી આ ઈવેન્ટના રેડ કાર્પેટ પર પોતાની ઝલક દેખાડે છે. હોલિવુડ સેલિબ્રિટી માટે આ અનોખી ફેન્સી ડ્રેસ ઈવેન્ટમાં સામેલ થવું કેમ જરુરી છે.તેમજ આની તૈયારી કેવી રીતે કરવામાં આવે છે. દર વર્ષે અમેરિકાનું ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટનું કોસ્ચયુમ ઈન્સ્ટીટ્યુટ મેટ ગાલાનું આયોજન કરે છે. ચેરિટીના ઉદ્દેશ્યથી શરુ થયેલી આ ઈવેન્ટ હવે હોલિવુડના સેલિબ્રિટી માટે ફૈશન પરેડ બની ગયું છે. પરંતુ દર વર્ષે આ ઈવેન્ટથી મળેલા પૈસા ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના કોસ્ચ્યુમનો ઉપયોગ કલા સંસ્થાના કલ્યાણ માટે કરવામાં આવે છે.શરૂઆતના વર્ષોમાં એટલે કે 1948 થી 1971 સુધી, મેટ ગાલાની માત્ર એક જ થીમ હતી.
પહેલા પુરુષ બ્લેઝર અને મહિલા ઈવનિંગ ગાઉનમાં જોવા મળતી હતી પરંતુ વર્ષ 2000માં વોગ સાથે હાથ મેળવ્યા બાદ મેટગાલા ઈવેન્ટ દુનિયા માટે એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. વોગ જેવા મોટા ફેશન મેગેઝીન મેટ ગાલા સાથે હાથ મિલાવતા, ઘણી ફેશન બ્રાન્ડ્સ મેટ ગાલા સાથે જોડાઈ. ફેશન શોમાં રેમ્પ વોક પર જોવા મળ્યા, તે મેટ ગાલાના રેડ કાર્પેટ પર પણ થવા લાગ્યું હતું. દરેક બ્રાન્ડ ઇચ્છતી હતી કે સેલિબ્રિટીઓ તેમના ફેન્સી ડ્રેસ પહેરીને આ ઇવેન્ટના રેડ કાર્પેટમાં હાજરી આપે છે. પરંતુ કેટલાક વર્ષોથી ઓટીટી પ્લેટફોર્મ, કાર્દશિયન સિસ્ટર્સ અને ઈન્ડિયન સેલિબ્રિટી સામેલ થતા આપણા દેશમાં પણ મેટ ગાલાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.