Home મનોરંજન - Entertainment કરીનાને અફસોસ થયો કે ઓમકારા, ચમેલી કે યુવામાં પરફોર્મન્સની વાત થતી નથી

કરીનાને અફસોસ થયો કે ઓમકારા, ચમેલી કે યુવામાં પરફોર્મન્સની વાત થતી નથી

28
0

(GNS),07

દરેક રોલની સરખામણી પુ અને ગીત સાથે થતી હોવાથી કરીના નારાજ કરીના કપૂર ખાનના નામ સાથે સંખ્યાબંધ સુપરહિટ ફિલ્મ્સ અને યાદગાર કેરેક્ટર્સ જોડાયેલા છે. કરિયરમાં ટોચના તબક્કે પહોંચેલી કરીના હવે ઓછું, પણ સારું કામ કરવા માગે છે. કરીનાએ ફિલ્મોની પસંદગીમાં રાખેલી સાવચેતી આ બાબતનો પુરાવો છે. તેમની પસંદગીની આવી જ એક ફિલ્મ ક્રુ છે. તેમાં કરીનાની સાથે તબુ અને ક્રિતિ સેનન લીડ રોલમાં છે. ફિલ્મોમાં ફીમેલ એક્ટર્સને મહત્ત્વના રોલ નહીં અપાતા હોવાનું કહેવાય છે, જ્યારે આ ફિલ્મમાં ત્રણેય મુખ્ય પાત્ર એક્ટ્રેસના છે. તાજેતરમાં કરીના ફિલ્મના શૂટિંગ માટે ગોવા ગઈ હતી. 

કરીનાની દરેક ફિલ્મમાં તેમના રોલની સરખામણી પુ અને ગીતની સાથે થાય છે. કરીનાએ શાહરૂખ-રિતિક સાથેની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં પુનો રોલ કર્યો હતો. જ્યારે શાહિદ કપૂરની ફિલ્મ જબ વી મેટમાં ગીતનો રોલ કર્યો હતો. કરીનાએ આ અંગે જણાવ્યું હતું કે, તેના દરેક રોલને પુ અને ગીત સાથે સરખાવાય છે. આ બંને રોલ આઈકોનિક છે તે હુ સમજું છું. તેથી દરેક વ્યક્તિ તેની સાથે જ સરખામણી કરે છે. જો કે મને લાગે છે કે, ચમેલી, ઓમકારા, યુવા અને હીરોઈન જેવી ફિલ્મોની વાત પણ થવી જોઈએ. આ તમામ ફિલ્મોમાં મારા પરફોર્મન્સને ઓછું મૂલવવામાં આવે છે. લોકો તેની વાત શા માટે નથી કરતા? એક્ટરના જીવનમાંથી શેને યાદ રાખવું તે લોકોની પસંદગી હોવાનું પણ કરીનાએ સ્વીકાર્યું હતું.

વધુમાં કરીનાએ કહ્યું હતું કે, જબ વી મેટ ઘરની ખિચડી જેવી છે. આ ફિલ્મને જેટલી વાર જોશો તેટલી વાર નવી જ લાગે છે. જ્યારે પણ આ ફિલ્મ જુઓ ત્યારે પહેલી વાર જોતા હો તેવું લાગે છે.  કરીનાએ ‘ક્રૂ’ માટે ઉત્સુકતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અગાઉ તબુ સાથે ક્યારેય કામ કર્યું નથી. કરીશ્મા સાથે તબુએ ફિલ્મ કરી છે, પરંતુ પોતાનો આ પ્રથમ અનુભવ છે. વળી, આ ફિલ્મના લીડ એક્ટર્સ મહિલાઓ છે અને તેની પ્રોડ્યુસર્સ (એકતા કપૂર-રીયા કપૂર) પણ મહિલા છે. આ બંને પ્રોડ્યુસર્સ ક્યારેય બીબા ઢાળ ફિલ્મ કરતા નથી, તેઓ અલગ કરવા માગે છે. આ મોટા પડદાની ફિલ્મ છે અને ઓડિયન્સને પસંદ આવશે તેવી ખાતરી છે. અત્યારે દરેકને સારી ફિલ્મ જોઈએ છે અને આ ફિલ્મ સારી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રથમ ગુજરાતી ફિલ્મ કન્નડ ભાષામાં પણ રિલિઝ થશે
Next articleફિલ્મ ‘આદિપુરુષ’ નુ બીજું ટ્રેલર છે દમદાર