(GNS),05
સાંસદ મનોજ ઝાની ઠાકુરો પર વાંધાજનક કમેન્ટનો મુદ્દો સતત વધી રહ્યો છે. હવે મધ્યપ્રદેશના શાજાપુરમાં કરણી સેનાએ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને રાજ્યસભાના સાંસદ મનોજ ઝાનું મોઢું કાળું કરવા અને તેમના પર હુમલો કરવા બદલ મોટા ઈનામની જાહેરાત કરી છે. કરણી સેનાએ કહ્યું છે કે જે કોઈ મનોજનું મોઢું કાળું કરશે તો તેને કરણી સેના તરફથી 51 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. મહત્વનું છે કે, મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભા સાંસદ મનોજએ એક કવિતાની એક પંક્તિ વાંચી હતી અને કહ્યું હતું કે આપણા બધાની અંદર એક ઠાકુર છે જેને આપણે મારી નાખવો જોઈએ. અહીંથી આ સમગ્ર ઘટનાની શરૂઆત થઈ હતી. શાજાપુર જિલ્લા મુખ્યાલયની સામે કરણી સેનાએ મનોજ ઝા વિરુદ્ધ મોરચો માડ્યો હતો અને વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તે દરમિયાન કરણી સેનાએ સાંસદ મનોજ ઝાનું પૂતળું પણ સળગાવ્યું હતું.. મનોજ ઝા વિરૂદ્ધ વિરોધ નોંધાવ્યા બાદ કરણી સેનાએ કહ્યું છે કે જે કોઈ મનોજ ઝાનું મોઢાને કાળુ કરશે તેને કરણી સેના 51 હજાર રૂપિયાનું ઈનામ આપશે. આટલું જ નહીં કરણી સેનાએ એમ પણ કહ્યું કે જે કોઈ સાંસદ મનોજ ઝા પર હુમલો કરશે તેને 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. કરણી સેનાએ સૂત્રોચ્ચાર કરતી વખતે મનોજ ઝાની વિવાદાસ્પદ કમેન્ટ સામે સખત વાંધો નોંધાવ્યો હતો. કરણી સેનાએ મધ્યપ્રદેશના શાજાપુરના ધોબી ચોક પર મનોજ ઝાના પૂતળાને લાવીને પહેલા ચપ્પલ વડે માર માર્યો હતો અને પછી સળગાવી દીધું હતું. કરણી સેનાએ પ્રશાસન પાસે પણ માંગ કરી છે કે મનોજ ઝા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે નહીંતર આંદોલન મોટું થઈ શકે છે. મનોજ ઝાના નિવેદન સામે ઘણી જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.