કમોડ-ધોળકા રોડ પર બાઇક ચાલકે રોડ ક્રોસ કરતા દાદા અને ભાણેજને ટક્કર મારતા 1.5 વર્ષના બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. આ અંગે બાઇક ચાલક વિરુદ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 5 ઓક્ટોમ્બર સાંજે દસક્રોઈના કમોડમાં દેવડી ફાર્મ પાસે રહેતાં રમજાનભાઈ સૈયદ તેમજ તેઓનો દોઢ વર્ષનો ભાણેજ હસમેન ચાલતાં કમોડ-ધોળકા રોડ પર દેવડી ફાર્મ પાસે રોડ ક્રોસ કરતાં હતા.
તે દરમિયાન કમોડ સર્કલ તરફથી આવતા બાઈકે દોઢ વર્ષના ભાણેજ હસમેનને ટક્કર મારતાં રોડ પર ફેંકાઈ જતાં કપાળ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત કરી બાઇક ચાલક ભાગી ગયો હતો. અકસ્માતથી રોડ પર ભીડ એકત્ર થઈ હતી. 108 મારફત દોઢ વર્ષના હસમેનને મણિનગર એલજી હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો.
બાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન દોઢ વર્ષના હસમેનનું મૃત્યુ થયુ હતું. 5 ઓક્ટોમ્બરે સાંજે ડબલ સવારી બાઇક ચાલક બાળકને ટક્કર મારી ભાગી જતાં બાઇક નંબરને આધારે ચાલક વિરુદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.