Home મનોરંજન - Entertainment કમલ હાસનનાં ઘરમાં લાગી આગ, શોર્ટ સર્કિટ થયાની આશંકા

કમલ હાસનનાં ઘરમાં લાગી આગ, શોર્ટ સર્કિટ થયાની આશંકા

446
0

(જી.એન.એસ), તા.૮
અભિનેતા અને નિર્દેશક કમલ હાસનને શનિવારનાં રોજ જણાવ્યુ કે, તેમના ઘરમાં શુક્રવારનાં રોજ આગ લાગી ગઇ હતી, સમયરહેતા તેઓ સદનસીબે બચી ગયા છે. જો કે તેમને એમ પણ જણાવ્યુ છે કે, આ આગની ઘટનામાં કોઇ ઇજાગ્રસ્ત થયુ નથી.
સાઉથનાં સુપરસ્ટાર કમલ હાસને ગઇકાલે ટ્વિટ કરને કહ્યુ,”મારા સ્ટાફનો આભાર, ઘરમાં લાગેલી આગથી માંડ-માંડ બચ્યો. ફેંફડાઓ સુધી ધુમાડો પહોંચી ગયો હતો. હું ત્રીજા માળેથી નીચે આવ્યો. હવે સુરક્ષિત છું. કોઇને ઇજા નથી પહોંચી.” આ અંગે કમલ હાસનની ઓફિસથી જાણકારી આપવામાં આવી છે કે, તેમના ઘરનાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક ફ્રિઝ પડ્યુ રહેતુ હતું, કદાચ ત્યાં શોર્ટ સર્કિટ થયુ હોવાથી આગ લાગી હોઇ શકે છે.
તમને જણાવી દઇએ કે, કમલ હાસનની સાથે આ ઘટના ગઇકાલે ચેન્નઇમાં ઘટી. ત્યાં જ કમલ હાસન પર મહાભારત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ બેંગલુરૂનાં ભારત ક્રાંતિ સેના નામનાં સંગઠને ફરિયાદ દાખલ કરાવી છે. મહાલાઓ પર થતા હુમલાઓને લઇ તમિલ ચેનલ પર એક ઇન્ટરવ્યૂમાં કમલે કહ્યુ હતું કે,”એક મહિલાને દાવ પર લગાવી દીધી માત્ર એક બાજી જીતવા માટે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરેપર સિંગર બાદશાહના નવા આલ્બમને યુટ્યુબ પર ૪૮ કલાકમાં મળી સવા કરોડ હીટ
Next articleરિતિક અને કેટરિના ફરી સાથે ચમકશે