Home મધ્ય ગુજરાત અમદાવાદ કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મથી બચવા માટે ઉનાળામાં લેવાના પગલાં

કપાસમાં ગુલાબી ઇયળ/ પિંક બોલવોર્મથી બચવા માટે ઉનાળામાં લેવાના પગલાં

14
0

(જી.એન.એસ) તા. 21

ગાંધીનગર,

વર્ષ: ૨૦૨૫માં ખરીફ સિઝનમાં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખી ખેતરમાં ગુલાબી ઇયળ/પિક બોલવોર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા માટે કપાસનું વાવેતર ધરાવતા ખેડૂતોએ હાલ ઉનાળામાં નીચે મુજબનાં પગલાં લેવાની ભલામણ છે.

ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલ ગુલાબી ઇયળના કોશેટા સૂર્યપ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે.

કપાસના પાકની વાવણી કરતાં પહેલાં ખેતરમાં રહેલ જૂના પાકના અવશેષો/જળિયાંનો વીણીને નાશ કરવો. કપાસના ખેતરની ફરતે/આજુબાજુના વિસ્તારમાં પાકનો કચરો/ કરસાંઠી/ અવશેષોના ઢગલાં કરવા નહી.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field