ખેડા જિલ્લામાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. કપડવંજના દહેગામ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે 14 વર્ષના માસુમ બાળકનો જીવ લીધો છે. સમગ્ર બનાવ મામલે કપડવંજ ટાઉનમાં ફરિયાદ નોધાઈ છે. કપડવંજ શહેરના દહેગામ રોડ ઉપર નવાગામ ઇન્દિરાનગરીમાં રહેતા ભલાભાઇ જેસંગભાઈ નાયકના 14 વર્ષના પુત્ર કિરણને અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
કિરણ ગતરોજ સાંજે પોતાના ઘર નજીક રમતો હોય અને કોઈ અજાણ્યા વાહન ચાલકની અડફેટે આવી જતા કિરણ રોડ ઉપર પટકાયો હતો. જેના કારણે તેને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108નો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જ્યાં તબીબે કિરણનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર બનાવ સંદર્ભે મરણ જનારના પિતા ભલાભાઇ નાયકએ કપડવંજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.