(જી.એન.એસ)તા.૧૩
કપડવંજ,
કપડવંજના જટવાડામાં ધાબાનું પાણી કપડા પર પડતાં નવ વર્ષ અગાઉ છ શખ્સોએ વ્યક્તિ પર તલવાર સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો. આ કેસમાં કપડવંજના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટે એક આરોપીને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. કપડવંજની જટવાડા ગૌશાળા નજીક રહેતા આબીદભાઈએ રોજ પોતાના ઘરનું ધાબુ પાણીથી ધોતા આ પાણી જહીરૂદ્દીન ગુલુમીયા શેખના સુકવેલા કપડા પર પડયું હતું. જેથી જહીરૂદ્દીન, ફૈઝાબ જહીરૂદ્દીન શેખ, અરબાઝ જહીરૂદ્દીન શેખ, શહેનાઝબાનુ જહીરૂદ્દીન શેખ, નજમાબાનુ મુનીરબેગ મિરઝા અને નદીમબેગ ઉર્ફે રાજા મુનીરબેગ મિરઝા એ બોલાચાલી કરી આબીદભાઈ પર તલવાર, પાઈપ, લાકડાનો ડંડો મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે છ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની અટક કરી ચપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. તાજેતરમાં આ કેસ કપડવંજના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ વી. એલ. પરદેશીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરિયાદી પર તલવારથી હુમલો કરનાર જહીરૂદ્દીન ગુલુમીયા શેખને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ રૂ.૩,૦૦૦નો દંડનો હુકમ અને દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.