Home મનોરંજન કન્સ્ટ્રકશન કંપનીથી લઈ રેડ્ડી ફિલ્મના અભિનેતા સુધીની શેખર સુબેદીની પરિશ્રમગાથા

કન્સ્ટ્રકશન કંપનીથી લઈ રેડ્ડી ફિલ્મના અભિનેતા સુધીની શેખર સુબેદીની પરિશ્રમગાથા

74
0

(જી.એન.એસ),તા.૦૯
મુંબઈ
૮ વર્ષથી નેપાળી ફિલ્મોનો હિસ્સો બનેલા એક્ટર શેખર સુબેદી હંમેશા સાઉથ એક્ટર બનવા માંગતા હતા. તે અભિનેતા ચિરંજીવી, રજનીકાંત, નાગાર્જુન અને પ્રભાસને તેની કારકિર્દી બનાવવાની પ્રેરણા માને છે. તે બાળપણથી સાઉથ એક્ટર બનવા માંગતો હતો. હવે તે પોતાના સપનાને ઉડાન ભરવા તૈયાર છે. શેખર એવા પરિવારનો છે જ્યાં અભિનય અને ફિલ્મોમાં કામ કરવાનું કોઈ જ નામો નિશાન ન હતુ. એક્ટર બનવા પાછળની કહાની વિશે વાત કરતાં શેખર સુબેદીએ કહ્યું કે ‘તે એવા પરિવારનો છે જેને તેની જન્મતારીખ પણ બરાબર યાદ નથી. માતા-પિતાની ગણતરી પ્રમાણે તેનો જન્મ ૧૯૯૪-૯૫માં થયો હતો. તેણે મ્છ સુધીનો અભ્યાસ કર્યો છે અને એક સમયે તે એક કન્સ્ટ્રક્શન કંપનીમાં મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ પાછળથી કામ છોડી દીધું કારણ કે પેશન એક્ટર બનવાનું હતું. શેખર સુબેદી કહે છે કે ‘તેઓ મધ્યમવર્ગીય પરિવારનો હોવા છતાં, તેમના સપના મોટા હતા. તેમના ઘરનું નામ જાેરપતિ છે. તેઓ જાણે છે કે તેમને કોઈ પણ કામ મળી શકે છે અને તેઓ તે સરળતાથી કરી શકે છે. પરંતુ, તેણે ફક્ત તેના સપના વિશે જ વિચાર્યું અને નેપાળથી જ સંઘર્ષ કરવાનું શરૂ કર્યું. તેના પિતા વીસીઆર ભાડે ચલાવતા હોવાનું જાણવા મળે છે. અભિનેતાએ તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી, જે કામ તે નેપાળમાં કરતો હતો. જ્યારે તેને થિયેટર વિશે જાણ થઈ ત્યારે તેણે અભિનયનો ડિપ્લોમા કર્યો. કારણ કે તે એક આઉટસાઈડર હતો, તેની પાસે ઘણા પડકારો હતા. આ સમય દરમિયાન તે એવી નોકરીની શોધમાં હતો જે તેને થિયેટર અને ઓડિશનમાં જવાની સ્વતંત્રતા આપે. તેનું સિલેક્શન મલ્ટી નેશનલ કંપનીમાં થયું હતું. ત્યાં તેણે લગભગ એક મહિના સુધી કામ કર્યું. પરંતુ થોડા સમય પછી, તેને લાગ્યું કે તેની નોકરી તેની અભિનય કારકિર્દીને અસર કરી રહી છે. કારણ કે નોકરીમાં મોડી સાંજ સુધી કામ કરવું પડતું હતું. આનાથી તે ખૂબ જ પરેશાન હતો, તે ફિલ્મમાં નાનો રોલ કરવા નહોતો માંગતો. તેણે ઘણા ઓડિશન પણ આપ્યા અને પસંદગી પામી. પરંતુ નાની ભૂમિકાઓ માટે. શેખરે પ્રથમ શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું. સાઉથમાં કામ કરવા અંગે શેખર કહે છે કે ‘શરૂઆતમાં ભાષાને કારણે ઘણી તકલીફ પડતી હતી, પરંતુ જ્યારે મેં કેટલાક કલાકારોના ઈન્ટરવ્યુના વીડિયો જાેયા ત્યારે મને સમજાયું કે, વ્યક્તિએ પોતાની જાતને સારી રીતે રજૂ કરવી જાેઈએ. તે પછી તે આગળ વધ્યો અને પોતાને વિશ્વાસ થયો કે તે સારી ભૂમિકા માટે સક્ષમ છે. તે કામ કરતો રહ્યો, પણ તેના કામથી ક્યારેય સંતુષ્ટ નહોતો. આવી સ્થિતિમાં તેણે અન્ય સફળ કલાકારો વિશે જાણ્યું અને તેમની પાસેથી કંઈક શીખવાનો પ્રયાસ કર્યો. શેખર કહે છે કે આઉટસાઇડર હોવાને કારણે મારા જેવા છોકરાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તકો શોધવી પડશે. ક્યારેક ભાષાના કારણે જાેક્સ પણ બને છે. આ રીતે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. બીજા દેશમાંથી હોવાથી ક્યારેક છેતરપિંડી થાય છે. એક વ્યક્તિ પણ તેને ફિલ્મમાં કાસ્ટ કરવાના બહાને તેના તમામ પૈસા લઈને ભાગી ગયો હતો. પરંતુ તેઓ હજુ પણ કામ કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચેન્નાઈ પ્લેઓફમાં નહીં પહોંચે તો દુનિયા ખતમ નહીં થાય : મહેન્દ્રસિંહ ધોની
Next articleડોક્ટર સ્ટ્રેન્જ-૨ રિલીઝ થતા પહેલા જ દિવસે રેકોર્ડ કમાણી