Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કથિત કેશ લઈને સવાલ પુછવાનો વિવાદ સામે આવ્યો, વિવાદમાં TMC સાંસદનું નામ...

કથિત કેશ લઈને સવાલ પુછવાનો વિવાદ સામે આવ્યો, વિવાદમાં TMC સાંસદનું નામ જોડાયું

39
0

(GNS),21

દેશના રાજકારણમાં ફરી એકવાર શરમ ઉભી કરનારી ઘટના સામે આવી છે કે જેમાં કથિત કેશ લઈને સવાલ પુછવાનો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદમાં નામ જોડાયું છે TMC સાંસદ મહુઆ મોઈત્રાનું કે જેના પર ભાજપાના ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ કેશ લઈને સંસદમાં સવાલ પુછવાનો આરોપ લગાડ્યો છે. આ વિવાદ બાદ ભાજપના જ સાંસદ નિશિકાંત દુબેએ ઓમ બિરલાને લેખિતમાં જાણ કરી છે કે મહુઆ મિત્રાને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. લોકસભા સ્પીકરને લેખિતમાં કરવામાં આવેલી જાણમાં વર્ષ 2005ના એ ઉદાહરણને ટાંકવામાં આવ્યું છે કે જેમાં 11 MP ને તેમના સાંસદ પદને ગુમાવવાનો વારો આવ્યો હતો. આ કેસમાં ભાજપના 6 સભ્યો પણ સામેલ હતા. હવે આ કેસમાં મહુઆ મોઈત્રા ઘેરાઈ ચુકી છે. જે તે સમયે ભાજપે પોતાના સાસંદોનો બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેમા સફળતા મળી નોહતી, હવે ભાજપે મહુઆ મોઈત્રા વિરૂદ્ધ જોરદાર અવાજ ઉઠાવ્યો છે અને તેને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. જે રીતે વિગતો સામે આવી રહી છે તે મુજબ દુબઈના બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી મોઈત્રાએ સંસદમાં સવાલ પુછવાના બદલે પૈસા મેળવવાનો આરોપ લાગ્યો છે. દર્શન હિરાનંદાની એ આ વાત સ્વીકારી પણ લીધી છે..

વર્ષ 2005મા તો ખાનગી ચેનલના એક ઓપરેશનમાં 11 સાંસદ પૈસા હાથમાં લેતા વિડિયો પણ સામે આવી ગયો હતો. 12 ડિસેમ્બર 2005 મા સામે આવેલા આ વિડિયો બાદ તમામ 11 સાસંદોના સભ્યપદને રદ કરી નાખવામાં આવ્યા હતા. પૈસા લઈને સવાલ પુછવાના કેસમાં BJP ના 6 સાંસદ અને BSPના ત્રણ સાંસદ ઝડપાયા હતા જ્યારે કે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના એક કોંગ્રેસી અને એક સાંસદ હતા. તેમાંથી ભાજપ પાસે વાયજી મહાજન, છત્રપાલ સિંહ લોઢા, અન્નાસાહેબ એમકે પાટીલ, ચંદ્ર પ્રતાપ સિંહ, પ્રદીપ ગાંધી, સુરેશ ચંદેલ, બસપા પાસે નરેન્દ્ર કુમાર ખુશવા, લાલ ચંદ્ર કોલ અને રાજા રામપાલ હતા. અન્ય બે કોંગ્રેસના રામસેવક સિંહ અને આરજેડીના મનોજ કુમાર હતા. તેમાંથી લોઢા રાજ્યસભાના સભ્ય હતા. બાકીના લોકસભાના હતા. સંસદમાં હંગામો મચાવનારી આ ઘટના સમયે લોકસભાના સ્પિકર સોમનાથ ચટ્ટોપાધ્યાય હતા અને વિડિયો સામે આવ્યા બાદ તપાસ કિમિટીની રચના કરવામાં આવી..

જે સમયે રિપોર્ટ મુકવામાં આવ્યો ત્યારે પ્રણવ મુખર્જી દ્વારા લોકસભામાં આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો, જે તે સમયે પ્રણવ દા કોંગ્રેસ પાર્ટીમાંથી નિચલા સદન માટેના નેતા હતા. પૂર્વ PM મનમોહન સિંહ રાજ્યસભામાં આ પ્રસ્તાવ લાવ્યાના 10 દિવસમાં 11 સાસંદને લોકસભા અને રાજ્યસભામાં વોટિંગના માધ્યમથી હટાવી દેવામાં આવ્યા. જે તે સમયે વિપક્ષના નેતા રહેલા લાલકૃષ્ણ અડવાણીએ સાસંદોવા સસ્પેન્શનને વધારે પડતુ ગણાવ્યું હતું તેમણે મતદાનનો પણ વિરોધ કરીને પ્રક્રિયાને કાંગારૂ કોર્ટની ઉપમા આપી હતી. જો કે તેમણે પોતાના સાંસદોના આ કૃત્યને ભ્રષ્ટાચાર કરતા મુર્ખતા કરી હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દો કોર્ટમાં પણ ગયો હતો 11 સાંસદ સંસદના નિર્ણય વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા જો કે આ અંગે કોર્ટ સંસદીય પ્રક્રિયામાં દખલ કરી શકે છે? જાન્યુઆરી 2007માં સુપ્રીમ કોર્ટે નિર્ણય પર રોક લગાવી દીધી હતી. દિલ્હી પોલીસે બે પત્રકારો અનિરુદ્ધ બહલ અને સુહાસિની રાજની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ‘સ્ટિંગ ઓપરેશન’ કરવા માટે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field