કડી પોલીસે ગાંધીચોક પાસે આવેલી બકરાવાલી ચાલીમાં ચાલી રહેલા જુગારધામ ઉપર રેડ કરીને જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પરથી જુગાર રમતા ઇસમો ફરાર થઇ ચુક્યો હતો. કડી પોલીસે સ્થળ ઉપરથી ₹.1,25,800નો મુદામાલ કબ્જે કરીને 10 ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં અલગ અલગ વિસ્તારમાં પ્રોહિબિશન તેમજ જુગારની લગત કામગીરીમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સ્ટાફ ગાંધીચોક પાસે આવેલી પોલીસ ચોકીએ હાજર હતો.
તે દરમિયાન પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે બકરાવાલી ચાલીમાં ડેરીની બાજુમાં ખુલ્લી જગ્યામાં સિકંદર રાઉમા બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળ વાળી જગ્યા ઉપર કોર્નર કરીને રેડ કરતા 9 ઈસમો જુગાર રમતા ઝડપાઈ ચૂક્યા હતા. લીસે સ્થળ ઉપરથી રોકડ રકમ ₹.76,800/- તેમજ મોબાઈલ અને વાહન સહિત કુલ ₹.1,25,800/ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડી શહેરમાં આવેલ ગાંધીચોકમાં આવેલ પોલીસ ચોકીથી થોડેક જ દૂર જુગારધામ ચાલી રહ્યું હતું. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ગાંધી ચોક પોલીસ ચોકીની થોડેક દૂર જુગારધામ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને હવે પોલીસને જાણ થઈ કે પછી પોલીસ સ્ટાફ આંખ આડા કાન કરી રહ્યું હતું.
પરંતુ મોડે મોડે પણ કડી પોલીસે ગાંધીચોક પોલીસ ચોકીની થોડેક દૂર આવેલ બકરાવાલી ચાલીમાંથી જુગાર રમતા નવ ઈસમોને ઝડપીને ₹.1,25,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દસ ઈસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધી હતી.
જ્યારે કાળુ પરથી જુગાર રમતો એક ઈસમ ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.