Home ગુજરાત કડીની કેએસવી યુનિવર્સિટીની કોલેજમાં એનસીસી રેન્ક સેરેમની યોજાઈ

કડીની કેએસવી યુનિવર્સિટીની કોલેજમાં એનસીસી રેન્ક સેરેમની યોજાઈ

33
0

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીની કોલેજોના એનસીસી કેડેટનો રેન્ક સેરેમની માણેકલાલ એમ. પટેલ સાહેબ કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ. જેમાં એનસીસી કેડેટની શ્રેષ્ઠ કામગીરી કરતા કેડેટોને રેન્ક આપી સન્માનિત કરાયા. તેઓ સંસ્થાના ભૂતપૂર્વ વિધાર્થી હોઈ ગૌરવની લાગણી અનુભવે છે. એનસીસી કેડેટોએ ભારતીય સેનામાં પસંદગી મેળવી રાષ્ટ્રસેવા સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઉપર ભાર મુક્યો હતો.

કેએસવી યુનિવર્સિટી કોલેજમાં યોજાયેલ રેન્ક સેમિનરીમાં બીએસએફના આસીસ્ટન્ટ કમાન્ડર સંદીપ રાજપૂત બાંગ્લાદેશ બોર્ડર, મણીપુર, નાગાલેન્ડ અને હાલમાં કચ્છ જીલ્લાની પાકિસ્તાન બોર્ડરે ફરજ નિભાવી રહ્યા છે. કાર્યક્રમની વિશેષતા એ હતી કે એનસીસી કેડેટને માતા-પિતાના હસ્તે રેન્ક આપવામાં આવતા માતા-પિતા પણ આનંદ વિભોર બન્યા હતા.

શ્રેષ્ઠ કામગીરી માટે વિધિ પટેલ(એસયુઓ), ધ્રુવ માંગુકિયા(યુઓ), ધ્રુવી રાવલ(સીપીએમએસ), શુભમ શર્મા(એસજીટી), અંજલિ મહતો(સીપીએલ) અને રવિ પ્રજાપતિ(એલસીપીએલ)ને બીએસએફના આસીસ્ટન્ટ કમાન્ડર સંદીપ રાજપૂત અને સંસ્થાના મંત્રી ડૉ. મણીભાઈ એસ. પટેલ અને એનસીસી કેડેટના માતા-પિતાના હસ્તે એનસીસી કેડેટને રેન્ક આપવામાં આવ્યા.

સંસ્થાના મંત્રી ડૉ. મણીભાઈ એસ. પટેલે સર્વે એનસીસી કેડેટ અને એનસીસી ઓફિસર લેફ્ટ. ડૉ. સ્વાતી નિગમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનસીસી ઓફિસર લેફ્ટ. ડૉ. સ્વાતી નિગમે કર્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં દારૂ લઈ જતા વ્યક્તિ પાસે પોલીસ કોન્સ્ટેબલે કેસ નહીં કરવાના 2.25 લાખ માંગ્યા
Next articleવૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળો…!!