Home ગુજરાત કડાણામાં અમિત શાહે કહ્યું, ‘1 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર...

કડાણામાં અમિત શાહે કહ્યું, ‘1 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર હશે’

39
0

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લામાં સ્ટાર પ્રચારકો અને મોટા-મોટા નેતાઓને પ્રચાર અર્થે મેદાને ઉતાર્યા છે. જેમાં એક બાદ એક જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર મોટા નેતાઓ સભા ગજવી રહ્યાં છે અને પાર્ટીને જીતાડવા અપીલ કરી રહ્યા છે. ત્યારે કડાણાના દીવડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ વિજય વિશ્વાસ સંમેલન સંબોધ્યું હતું અને સંતરામપુર બેઠકના ઉમેદવાર કુબેર ડીંડોરને જીતાડવા અપીલ કરી હતી. અમિત શાહ કડાણાના દીવડા ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં પહોંચ્યા હતા.

જ્યાં તેઓએ સંતરામપુર બેઠકના ઉમેદવાર કુબેર ડીંડોરને જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી. તેઓએ ગોવિંદ ગુરુને નમન કરી પ્રવચન શરૂ કર્યું હતું, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આદિવાસીઓ માટે કરવામાં આવેલી વિવિધ વિકાસના કાર્યોની વાત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2024 એ અયોધ્યામાં ગગનચુંબી રામ મંદિર બનીને તૈયાર થશે, તેમજ આયુષ્યમાન કાર્ડ જેવી અનેક યોજના ભાજપે શરૂ કરી છે.

જેનો લાભ દેશની જનતા લઈ રહી છે. તેમજ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. આ વિજય વિશ્વાસ સંમેલનમાં મોટી સંખ્યામાં સંતરામપુર અને કડાણા તાલુકાના કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો, વડીલો ઉપસ્થિત રહ્યાં હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅફઘાનિસ્તાનના ઐબકના મદરેસામાં બોમ્બ બ્લાસ્ટ, 15ના મોત અને 27 ઘાયલ
Next articleસેન્સેક્સ મહિનામાં જ 2300 વધ્યો, સોનું રૂ. 2300, ચાંદી 4500 મોંઘી થઇ