Home ગુજરાત કજોડું તો તુટવા માટે જ હોય …ચુંટણી જંગ જીતવાની ભાજપની કાશ્મીર નીતિ

કજોડું તો તુટવા માટે જ હોય …ચુંટણી જંગ જીતવાની ભાજપની કાશ્મીર નીતિ

782
0

સેંકડો જવાનો અને કાશ્મીરી નાગરિકોની સહાદત બાદ ભાજપને પાપી કાર્ય સમજાતા પી.ડી.પી સાથેની સરકારમાંથી ખસી જવાનું યોગ્ય લાગ્યું . ૨૦૧૫ માં પી.ડી.પી સાથે ગઠબંધન સરકાર રચવાનો ભાજપનો નિર્ણય ભાજપના મોટા વર્ગ માટે આંચકા સ્વરૂપ હતો . અલગતાવાદી સંગઠનના હિમાયતી પક્ષ સાથે ભાજપ સરકાર બનાવે તે કોઈને ગળે ઉતરે તેવી વાત ન હતી . છતાં સંજોગોએ આ કજોડું રચવા ફરજ પાડી .
આપણા નરેન્દ્રભાઈ અને દેશના વડાપ્રધાન બહુજ લાંબુ જોઈ શકે છે . ક્યારે કઈ સરકારને ટેકો આપવો લેવો અને ક્યારે છુટા થઇ જવું તે અગાઉથી જ નિશ્ચિત હોય છે . જો ફેબ્રુઆરી ૨૦૧૫ માં મુફ્તી મહંમદ સાથે ગઠબંધન કર્યું ન હોત તો કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પી.ડી.પી નો હાથ પકડીને સરકાર રચી દેત . અને તો આ સરકારને યોગ્ય સમયે બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ભાજપના હાથમાં રહે નહિ . મુફ્તી મહંમદના અવસાન બાદ તેમની પુત્રી મહેબુબા મુફ્તી સાથે સરકાર રચવામાં ભાજપના હાઈ કમાન્ડે બે મહિના સુધી વિચાર મંથન કર્યા હતા . આખરે કોમન મીનીમમ પ્રોગ્રામના મુદ્દા તૈયાર કરી સરકારમાં ફરી ભાગીદારી કરી હતી . અને બે ઉત્તર – દક્ષીણ ધ્રુવ જેવી નીતિ ધરાવતા પક્ષ સમાન મુદ્દા તારવે તો પક્ષના મહત્વના મુદ્દા જ બાજુ પર મુકાઈ જાય . જેથી ૧૯૫૨ થી ભાજપ (જનસંઘ) જે મુદ્દા ઉછાળે છે તે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી ૩૭૦ ની કલમની નાબુદી , કાશ્મીરી પંડિતોની પુનઃ વાપસી અને પુનઃ વસન જેવાં મહત્વના મુદ્દા બાજુ પર મૂકી દેવામાં આવ્યા . આતંકવાદી પ્રવૃતિ ચરમસીમાએ પહોચી . ભાજપ સતત નિંદાને પાત્ર બનતો રહ્યો . હવે જયારે ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીની તૈયારીઓ શરુ થઇ ચુકી છે ત્યારે ભાજપની આગવી રણનીતિના ભાગ રૂપે પી.ડી.પી સાથેનું ગઠબંધન તોડી , ભાજપની સરકાર જમ્મુ – કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદશે . અને સરહદો પર આક્રમક વલણ અપનાવી ફરી ભાજપના કાર્યકરોને ઉત્સવો ઉજવવાનો ઉન્માદ પૂરો પાડવા માં આવશે . કજોડું રચાણું હોય છે જ તુટવા માટે . પરંતુ સંજોગો આવા કજોડા રચવા ફરજ પાડતી હોય છે .
ચુંટાયેલા સભ્યોના ભાવ સાંભળ્યા ?, રોકાણ કરવા જેવું છે .
આજે ૨૦ જુને ગુજરાતની તાલુકા – જીલ્લા પંચાયતોમાં પ્રમુખોની ચુંટણી છે છેલ્લા દશેક દિવસથી બંને પક્ષો પોતાના સભ્યોને સેઈફ કસ્ટડીમાં રાખી પ્રતિસ્પર્ધી પક્ષના સભ્યને ખરીદવા હવાતિયા મારે છે . પુરતી અને જડબેસલાક બંદોબસ્ત વચ્ચે સભ્યોનું ખરીદ – વેચાણ ચાલુ છે . અને તેમના ભાવ તો શાકભાજી અને પેટ્રોલ ની માફક આસમાને પહોચ્યા છે . તાલુકા પંચાયતના એક સભ્યનો ભાવ રૂ.૧કરોડ !!
દોઢ ડાહ્યા એ એક જીલ્લા પ્રમુખ સાથે આ ભાવ ના મુદ્દે ચર્ચા કરી . શરૂઆતમાં તો વાત ને ટાળવાનો પ્રયત્ન કર્યો . પછી સંમતી દર્શાવતા ગયા . તેમને પૂછ્યું કે હવે તમને નથી લાગતું કે લોકો શેરબજાર કે બેંકમાં રોકાણ કરવાના બદલે બે પાંચ સભ્યોમાં જ રોકાણ કરી દે !
મિત્ર હંસી પડ્યા અને મજાકને આગળ ધપાવી – તેપણ કહ્યું કે “ પછી તો પાર્ટીના બદલે કંપનીઓ રચાશે ‘ અમારી કંપનીના સભ્યને જીતાડો વેચાણ ના નફા માંથી મતદારોનો વિકાસ કરવામાં આવશે . ’ લોકશાહી પણ હવે મજાકને પાત્ર બની રહી છે . આગામી પેઢીને આપણે કેવું લોકતંત્ર આપવા જઈ રહ્યા છીએ ? કશું સમજાતું નથી . ”
મિત્ર એ ચિંતામાં સુર પુરાવતા કહ્યું “ તંત્રમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે તેમણે સામાજિક અને રાજકીય કાર્યકરોને પણ લપેટમાં લઈને રાજકારણમાં ગંદકી ફેલાવી છે . તેને સાફ કરવી અઘરી તો છે જ .”
ગુજરાતમાં સિંહોની સલામતી માટે કાયદા નહિ સમજદારીની જરૂર છે .
આપણા નરેન્દ્રભાઈએ અમિતાભ બચ્ચનના માધ્યમથી ગુજરાતનું માર્કેટિંગ કરાવ્યું . જેથી ગીરના સિંહો જોવા માટે દેશભરમાંથી લોકો આવવા લાગ્યા . તે સાથે ગુજરાતમાંથી પણ યુવક – યુવતીઓ મોંઘી ગાડીઓ લઈને સિંહ દર્શન માટે જવા લાગ્યા . સિંહ દર્શન એક વ્યવસાય બની ગયો . રોકાણ કારોને પણ નવી દિશા મળી. સાસણ – તાલાળા અને ધારી ની આસ પાસ રિસોર્ટ બનવા લાગ્યા અને ગેરકાયદેસર સિંહ દર્શનના વ્યાપક કાર્યક્રમો થવા લાગ્યા .
વર્ષો પહેલાં સિંહોની વસ્તી ઓછી અને સિંહો ગીરમાંજ રહેતા હતા . પરંતુ સરકારમાં એક સનકી ( સનદી ) અધિકારી એવા આવ્યા , જેમણે વર્ષોથી ગીરના નેસડાઓમાં રહેતા માલધારીઓને નેસડાઓમાંથી બહાર કાઢ્યા . ગીરમાં માલધારીઓ ગાય – ભેંસ , ઘેટા બકરા સાથે રેહતા હતા . જેથી સિંહોને શિકાર મળી રહેતો હતો . પરંતુ માલધારીઓના પશુનું મારણ થતાં સરકારે તેમને વળતર ચુકવવું પડતું હતું . જેથી અધિકારીએ માલધારીઓને જ ત્યાંથી ભગાડ્યા .
ગીરમાં સિંહો માટે હરણાં અને નીલગાય મુખ્ય શિકાર છે . પરંતુ ગીરની ભૌગોલિક સ્થિતિના કારણે સિંહો હરણનો શિકાર આસાનીથી કરી શકતા નથી . જેથી માલધારીની સાથે સિંહોએ પણ સ્થળાંતર શરુ કર્યું . આજે સ્થિતિ એ થઇ ગઈ છે કે સૌરાષ્ટ્ર આખામાં સિંહો જોવા મળે છે અને તેથી તૈયાર શિકાર સિંહને મળવા લાગતાં નિશ્ચિત સ્થળોએ સિંહ પરિવાર આવી જાય છે .
ખરેખરતો સરકાર કાયદાનો આશરો લેવાના બદલે સમજદારી અપનાવે . સિંહોને સરળતાથી શિકાર મળી રહે તેવી કોઈ સ્થિતિ – વ્યવસ્થા ઉભી કરાવી જરૂરી છે . નહિ તો અમદાવાદમાં પણ સિંહ દર્શન થવાને હવે વધુ વર્ષો લાગશે નહિ .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી મોદી, સરદારને તો નહેરુ નડતા હતા, આપને કોણ નડે છે…?
Next articleયોગા અને ફીટનેસ ચેલેન્જ સારી વાત છે પણ કૂપોષણની સમસ્યાનું શું…?