Home ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છમાં ભૂકંપ બાદ કાટમાળમાં દટાયેલા બાળકોની યાદમાં બન્યું સ્મારકનું પીએમ મોદી 28...

કચ્છમાં ભૂકંપ બાદ કાટમાળમાં દટાયેલા બાળકોની યાદમાં બન્યું સ્મારકનું પીએમ મોદી 28 ઓગસ્ટે લોકાર્પણ કરશે

87
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે છે, જેમાં તેઓ કચ્છની મુલાકાત લેશે. વર્ષ 2001 ના ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સ્મૃતિવન સમર્પિત કરતુ વન બનાવાયું છે, પીએમ મોદી દ્વારા આ સ્મૃતિવનનું ઉદઘાટન કરાશે.

દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યું છે. એ દિવસ કચ્છ માટે ગોઝારો બની ગયો હતો. 26 જાન્યુઆરી, 2011 ના રોજ આવેલા ભૂકંપમાં અનેક લોકોના જીવ ગયા હતા. જેમાં કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાની નોંધ આખા વિશ્વમાં લેવાઈ હતી. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોની યાદમાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે આ સ્મારક તૈયાર થઈ ગયું છે.

28 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી આ સ્મારકનું લોકાર્પણ કરશે. જેને વીર બાળક સ્મારક નામ આપવામાં આવ્યું છે. હવે આ સ્મારક અંજાર શહેરની બહાર તૈયાર થઇ ગયું છે અને 28 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્મારકના નિર્માણકાર્યને આખરી ઓપ આપવામાં આવ્યો છે. લોકાર્પણ પ્રસંગે દિવંગતોના પરિવારના 100 સભ્યોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યંવ છે.

પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. ત્યાંથી આગળ જતા ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે. અહીં સિમ્યુલેટર તેમજ પડદા પર વીડિયો સાથે ભૂકંપની અનુભૂતિ કરાવવામાં આવશે. તે સિવાય જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા, વૈજ્ઞાનિક કારણો અને અન્ય જરૂરી વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે.

સમાપન ગેલેરીમાં ભૂકંપના અનુભવો વિશે મુલાકાતીઓને સવાલ પૂછવામાં આવ્યા છે. મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. અહીં ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોના નામ તેમની તસવીરો સાથે દિવાલ પર લખેલા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં આવ્યો છે, જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field