Home ગુજરાત કચ્છ કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, સાંજે 4:16 કલાકે ભૂકંપનો આંચકો

કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, સાંજે 4:16 કલાકે ભૂકંપનો આંચકો

4
0

(જી.એન.એસ) તા.૪

કચ્છ,

ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા, એક વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી નવા વર્ષની શરૂઆત થતાં કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો અટકતો નથી. સાંજે 4:16 કલાકે રાપરથી 24 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ સાથે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પહેલાં, બે દિવસ પહેલાં પણ કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરીઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી. રાપર, ભચાઉ અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગુજરાતમાં 2024માં અત્યાર સુધીમાં કુલ 13 ભૂકંપના આંચકા નોંધાયા છે, જે ગત વર્ષો કરતાં ઘણો વધારે છે. સિલસિલો શા માટે વધ્યો છે તે જાણવા માટે વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field