Home ગુજરાત કચ્છ કચ્છમાં ગ્રીષ્મા જેવો બીજો એક હત્યાકાંડ: સમાજમાં ભારે રોષ, લોકોએ રેલી યોજી

કચ્છમાં ગ્રીષ્મા જેવો બીજો એક હત્યાકાંડ: સમાજમાં ભારે રોષ, લોકોએ રેલી યોજી

11
0

(જી.એન.એસ) તા.૬

કચ્છ,

માંડવીમાં યુવતીની નિર્મમ હત્યાના વિરોધમાં લોકોએ મૌન રેલી યોજીને કચ્છ કલેક્ટરને આવેદન આપીને SIT તપાસની માગ કરવામાં આવી છે. કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામમાં થયેલી એક યુવતીની હત્યાએ સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચાવી દીધી છે. ગ્રીષ્મા હત્યાકાંડ જેવી આ ઘટનામાં એકતરફી પ્રેમમાં પાગલ થયેલા આરોપીએ ગુપ્તી અને તલવાર વડે યુવતીની નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાના વિરોધમાં આજે ભૂજમાં સર્વ સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન લોકોએ કચ્છ કલેક્ટરને આવેદન આપીને આરોપીને ફાંસીની સજા, પોલીસ તપાસમાં પારદર્શિતા, પરિવારને આર્થિક સહાય, ખાસ સરકારી વકીલની નિયુક્તિ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવા માંગો કરી હતી. કલેક્ટરે લોકોને આશ્વાસન આપ્યું હતું કે આ કેસમાં તટસ્થ તપાસ કરવામાં આવશે અને આરોપીને કાયદાના કઠોર હાથે સોંપવામાં આવશે. 28 વર્ષીય ગૌરીબેન તુલસીભાઇ ગરવા નામની આ યુવતી પોતાના ઘર નજીક બસની રાહ જોઈ રહી હતી ત્યારે આરોપી સાગર રામજી સંઘારે તેના પર હુમલો કર્યો હતો. આરોપીએ ગુપ્તી અને તલવાર વડે યુવતી પર અનેક ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર કચ્છમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે. આજે ભૂજમાં યોજાયેલી મૌન રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી યોજીને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ કેસમાં હવે પોલીસ તપાસ કરી રહી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. ન્યાયતંત્ર આ કેસમાં ઝડપી અને સચોટ ન્યાયી કરશે કે નહીં ? તે જોવાનું રહ્યું. કચ્છ કલેકટર અને પશ્ચિમ કચ્છ એસપીએ મૃતક પરિવારને યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે. આ હત્યાના બનાવે સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકાર અને પોલીસ આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field