(જી.એન.એસ)તા.૧૭
કચ્છ,
પોતાના ભાઈએ સાયબર ક્રાઈમ અંગે કરેલી અરજીની તપાસ કેમ કરવાનામાં આવતી નથી તેવો મુદ્દો ઊભો કરીને કચ્છના માંડવી પોલીસ સ્ટેશનમાં પુર્વ તલાટી-મંત્રી પુનશી ગઢવી સહિતના ચાર શખ્સોએ ધમાલ મચાવી હતી. તલવારો, છરી સાથે પોલીસ સ્ટેશનમાં ઘુસી જઈ અને પોલીસ સ્ટેશનને સળગાવી દેવાની ધમકી પણ અપાઈ હતી. પોતે દારૂની રજૂઆત કરવા જઈ રહ્યાં છે તેવો પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યા બાદ ધમાલ મચાવીને ચાર શખસોએ હુમલો કરતાં પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીને ધારીને ઈજાઓ પહોંચી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, અન્ય પોલીસ સ્ટાફે આરોપીઓને પકડીને લોકઅપમાં પૂરી દીધા હતા. ટનાને પગલે ભુજ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારી દોડી આવી મામલો થાળે પાડયો હતો. પોલીસ મથકમાં હુમલો કરનારા આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. માંડવી પી.આઈ. એ દાવો કર્યો છે કે, માંડવી પોલીસે પાંચોટીયાના બુટલેગર દેવરાજ ગઢવીની ધરપકડ કરતાં પાંચોટીયા ગામના કુખ્યાત અને ફરાદી ગામના સસ્પેન્ડેડ તલાટી કમ મંત્રી એવા પુનશી આલા ગઢવી અને તેના ભાઈ સહિતના શખસોએ પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવીને બારીના કાચમાં તોડફોડ કરી હતી. માંડવી પોલીસ સ્ટેશનમાં 16ના પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે, પુનશી આલા ગઢવીએ કન્ટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી છે કે, મેહુલભાઈ જોષી ગાળો આપે છે અને લાયજા વિસ્તારમાં દારૂના ધંધા ચાલે છે તેની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાઊં છું. આ અંગે પોલીસ કર્મચારી મેહુલભાઈ જોષીને પૂછતાં તેમણે જાણકારી આપી હતી કે, હરીભાઈ આલાભાઈ ગઢવીની અરજીની તપાસ બાબતે સાયબર સેલમાં માહિતી મેળવવા રિપોર્ટ કરવામાં આવ્યાં છે. છતાં લિસ્ટેડ બુટલેગર દેવરાજ ગોપાલ ગઢવીને પકડવા પાંચોટિયા ગામેથી પકડયો ત્યારે પુનશી આલા ગઢવી પણ ત્યાં હાજર હતા. બન્ને એક જ ગામના હોવાથી દેવરાજને પકડવા બાબતનું મનદુ:ખ રાખી પુનશી ગઢવીએ ફોન કરીને મેહુલ જોષીને ગાળો પણ આપી હતી. પુનશી ગઢવી પોલીસ કન્ટ્રોલ રૂમને રાત્રે સવા બાર વાગ્યે ફોન કર્યા પછી રાત્રે 12:25 વાગ્યે માંડવી પોલીસ સ્ટેશન ધસી આવ્યા હતા. પુનશી ગઢવી અને ચાર શખ્સો તલવાર, ફરશી, છરી અને લોખંડના પાઈપ સાથે ધસી આવ્યા હતા અને ટેબલ ઉપર હથિયારો પછાડીને પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફ્રોડની અરજી કરી છે, તેના આરોપીને પોલીસ કેમ પકડતી નથી. લાયજા ઓ.પી.ના જમાદાર મેહુલભાઈ જોષીનું નામ લઈ ગાળો બોલી અને પી.આઈ.ને પોલીસ સ્ટેશન બોલાવવા ધમકી આપવા લાગ્યા હતા. મેહુલ જોષીને નહીં બોલાવે તો જાનથી મારી નાંખીશું અને પોલીસ સ્ટેશનો સળગાવી દઈશું તેમ ધમકાવવા લાગ્યા હતા. પુનશી ગઢવીએ પીએસઓ સંતોષભાઈ રાઠોડ ઉપર તલારનો ઘા ઝીંક્યો હતો પણ તેઓ દૂર ખસી ગયા હતા. દૂર ભાગી પીએસઓએ તરત જ પીઆઈને બનાવની જાણ કરી હતી. આ દરમિયાન ચારેય આરોપી પુનથી આલા ગઢવી તેનો ભાઈ હરી આલા ગઢવી, શામળા થારૂ ગઢવી અને ગોપાલરામ મીઠાણીએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. કાચની બારીઓ, દિવાલ અને ટેબલ ઉપર હથિયારોથી તોડફોડ કરી હતી. પી.એસ.આઈ. યુ. કે. જાદવ અન્ય પોલીસ સ્ટેશન ધસી આવ્યો હતો અને ચારેય આરોપીઓને અંકુશમાં લીધા હતા. આ હુમલો પીએસઆઈ યુ. કે. જાદવ, હેડ કોન્સ્ટેબલો વરામભાઈ પટેલ અને સાગરભાઈ ઉપરાંત લાયજા ઓઉટ પોસ્ટના જમાદાર મેહુલ જેપીને ઈજા પહોંચી હતી. પુનશી ગઢવી સામે માંડવી પોલીસ સ્ટેશનમાં જ આઠ ગુના નોંધાયેલાં છે. પાંચ ગુના વર્ષ 2020માં ત્રણ ગુના વર્ષ 2022માં નોંધાયાં હતાં. 2020માં પુનશી ગઢવી ફરાદી ગામનો તલાટી મંત્રી હતો ત્યારે રેતી ચોરી અને પવનચક્કીના કામમાં કેટલા રૂપિયા મળે છે તે બાબતે પુનશી ગઢવીને પોલીસ સ્ટેશનમાં બોલાવામાં આવ્યો હતો. જેમાં પોલીસે પાઇપથી માર માયીનો આરોપ લગાવી પુનશી ગઢવીએ પોલીસ મથકના લોકઅપમાં માથા પછાડી પોતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. જો કે, પોલીસ મથકના સીસીટીવી ફૂટેજમાં આરોપી પુનશી ગઢવીના આરોપો ખોટા સાબીત થયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.