Home ગુજરાત કચ્છ કચ્છના જખૌ દરિયાઇ વિસ્તારમાંથી ચરસના પાંચ કરોડની કિંમતના 10 પેકેટ મળી આવ્યા

કચ્છના જખૌ દરિયાઇ વિસ્તારમાંથી ચરસના પાંચ કરોડની કિંમતના 10 પેકેટ મળી આવ્યા

19
0

(જી.એન.એસ) તા. 14

કચ્છ,

ફરી એક વાર કચ્છના દરિયા કાંઠેથી પ્રતિબંધિત અને ગેરકાયદેસર ડ્રગ્સ મળી આવ્યું છે, જખૌ દરિયાઇ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો જખૌ મરીન પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ચરસ મળી આવ્યું છે. આ બાબતે મળતી વિગતો પ્રમાણે જખૌના દરિયાઈ વિસ્તાર પાસે આવેલ ખિદરત બેટ પાસેથી 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે વાત કરીએ તો ચરસના પેકેટની કિંમત પાંચ કરોડ છે. મોટા ભાગે ગુજરાતમાં ડ્ર્ગ્ય દરિયાઈ વિસ્તારથી લાવવામાં આવે છે. અત્યાર સુધી અહીં કરોડો રૂપિયાનું ડ્રગ્ય પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. છતા પણ અહીંથી ડ્રગ્ય મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળતો રહે છે. અત્યારે પણ કચ્છના દરિયાઈ વિસ્તાર જખૌ પરથી પાંચ કરોડની કિંમતના 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. જે મામલે અત્યારે કાર્યવાહી પણ ચાલી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બંદર જાણે ડ્રગ્સ માટેન પ્રવેશ દ્વાર બની ગયો છે. તેમ વારે ઘડિયે અહીંથી ચરસ મળી આવે છે.અત્યારની વાત કરવામાં આવે તો પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ચરસના આ 10 પેકેટ સામે પારથી તણાઈને આવ્યા છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા 10 દિવસમાં 30થી વધુ ચરસના પેકેટો મળી આવ્યા છે. જો કે, પ્રાથમિક તપાસમાં ચરસના પેકેટ સામે પારથી તણાઇ આવ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ ઘટનાને ગંભીરતાથી લેતા હજુ પણ દરિયાઇ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત છે. નોંધનીય છે કે, આ દરિયા કિનારેથી અનેક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ, સાપુતારા સહીત વિસ્તારમાં છુટા છવાયા ઝાપટાં
Next articleરશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે શરતી યુદ્ધવિરામની તૈયારી બતાવી