(જી.એન.એસ) તા. 4
અમદાવાદ,
શહેરના વાડજ વિસ્તારમાંથી એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં, એક વ્યક્તિ દ્વારા પોતાની કંપનીમાં રોકાણ કરાવી વધુ નફો અને ફાયદો આપાવવાની લાલચે પોતાનાં જ સગા-સંબંધી, મિત્રો અને પરિચિતો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનારા સામે ફરિયાદ થતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
વાડજ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, આરોપી ડેનિસ મકવાણા છેલ્લા દોઢ વર્ષથી રાણીપ વિસ્તારમાં આર્વેદ પ્લાઝા ખાતે ફીનકેપ-24 નામની કંપનીની ઓફિસ ધરાવતો હતો. તેના દ્વારા પોતાનાં સગા-સંબંધીઓ અને મિત્રોને વધુ નફો અને વળતરની લાલચ આપીને પોતાની કંપનીમાં રોકાણ કરાવતો હતો. જો કે, રોકાણ કર્યાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ ડેનિસે નફો કે મૂડી પરત ન કરી રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી. આ મામલે પોલીસે ફરિયાદનાં આધારે આરોપી ડેનિસ મકવાણાની ધરપકડ કરી હતી જે બાદ પૂછપરછમાં મોટા ખુલાસા પણ થયા હતા.
પોલીસ પૂછપરછમાં આરોપી જણાવ્યું હતું કે, તેના દ્વારા પોતાની કંપનીમાં રોકાણ કરવાનું કહીને સગા-સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા લેતો હતો. વોટ્સએપનાં માધ્યમથી તેની કંપનીમાં રોકાણ કરવા માટે લોકોને આકર્ષક સ્કીમો જેમ કે 6 મહિનામાં 25% અને 40 મહિનામાં રૂપિયા ડબલ કરી આપવા જેવી લાલચ આપતો હતો. આવી અલગ-અલગ 3 થી 4 જેટલી સ્કીમો પોસ્ટરનાં માધ્યમથી તેના મિત્રો અને પરિચિતોને મોકલતો હતો. શરૂઆતનાં 3 થી 4 મહિના સુધી લોકોને રોકેલા રૂપિયા પર નફો આપતો હતો પરંતુ, ત્યાર બાદમાં વળતર કે મૂડી આપવાનું બંધ કરી દીધું હતું. અત્યાર સુધીમાં આરોપીએ 3 થી 4 લોકો પાસેથી રૂ. 24 લાખથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.