Home ગુજરાત કંપનીઓના વિરોધ વચ્ચે હવે કારમાં સુરક્ષાની સુવિધા માટે મોદી સરકાર લઇ શકે...

કંપનીઓના વિરોધ વચ્ચે હવે કારમાં સુરક્ષાની સુવિધા માટે મોદી સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

67
0

(જી.એન.એસ),તા.૨૨
નવીદિલ્હી
ભારત દેશમાં કારને વધુ સુરક્ષિત કરવા અને અકસ્માતની ઘટનાઓને ઘટાડવા માટે સરકાર કડક નિર્ણય કરવા જઈ રહી છે. ત્યારે હવે વાહન વ્યવહાર વિભાગ એક કડક નિર્ણય કરવા જાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલિક વાહન બનાવતી કંપનીઓના વિરોધ હોવા છતા સરકાર ભારતમાં વેચનાર તમામ પેસેન્જર કારમાં 6 એરબેગ્સ ફરજિયાત કરાશે. કારમાં સુરક્ષા મામલે સરકાર કોઈ રિસ્ક લેવા ઈચ્છતી નથી. આ મામલે સરકાર કોઈ કડક નિર્ણય કરવા જઈ રહી છે, અને ટૂંક જ સમયમાં નોટિફિકેશન પણ જાહેર થશે. દેશમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓને ધ્યાને રાખી સરકાર નવો નિર્ણય લેવા જઈ રહી છે. ભારત સરકાર કેટલાક વાહન બનાવતા પેસેન્જર વાહનમાં 6 એરબેગ ફરજિયાત કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મામલે ટૂંક જ સમયમાં મંત્રાલય નોટિફિકેશન જાહેર કરશે. ભારત સરકારે જાન્યુઆરી 2022માં ગાઈડલાઈન્સ માટેનો એક ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. 1 ઓક્ટોબરથી તમામ કારમાં 6 એરબેગ ફરજિયાત થશે. જેમાં 4 મુસાફર એરબેગ અને 2 કર્ટન એરબેગ સામેલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી અથવા માર્ચ 2022માં આ નિર્ણય લેવાનો હતો, પરંતુ સરકાર વાહન બનાવતી કંપની પાસેથી ફિડબેક લઈ રહી છે. આ મામલે કંપનીઓએ કહ્યું કે, જો સરકાર તમામ ગાડીમાં 6 એરબેગ ફરજિયાત કરશે તો નાની ગાડીઓ મોંઘી થશે. જેના કારણે સસ્તી કાર ખરીદવાનું વિચારતા ગ્રાહકોને કોઈ વિકલ્પ નહી મળે. ભારત સરકાર મુજબ જો તમામ કારમાં એરબેગને ફરજિયાત કરાય તો ગાડીની કિંમતમાં 5720 રૂપિયાનો વધારો થશે. જોકે ઓટો માર્કેટ ડેટા પ્રોવાઈડર મુજબ કારની કિંમતમાં 17,620 રૂપિયાનો વધારો થાય તેવો અનુમાન છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપનીઓ કિંમતમાં વધુ પ્રમાણમાં વધારો કરીને જણાવી રહી છે. મંત્રાલયે એરબેગના નિર્માતાઓ સાથે વાત કરી છે, કંપનીઓને ઘરેલૂ સ્તરે એરબેગ બનાવવા માટેના પણ આદેશ અપાયા છે. તેમણે કહ્યું કે, કેટલિક કંપનીઓ ભારતથી એક્સપોર્ટ થનારા વાહનોમાં વધુ એરબેગ આપે છે. જ્યારે ભારતમાં એજ ગાડીમાં એરબેગની સંખ્યા ઘટાડવામાં આવે છે. સાથે જ કારના ટોપ મોડલમાં 4 એરબેગ અપાય છે. વાહન બનાવતી કંપનીઓને લોકોની સુરક્ષાને ધ્યાને રાખી 6 એરબેગ આપવા જોઈએ. સરકાર ફરજિયાત ન કરે તો પણ કંપનીઓએ સામેથી આવીને એરબેગ આપવા જોઈએ. સરકારને આ નિયમ એટલા માટે લાવવો પડી રહ્યો છે કે, વાહન બનાવતી કંપની ઓપોતા પોતાની કારની સાથે સેફ્ટી ફિચર આપતી નથી. ભારતમાં છેલ્લા એક વર્ષમાં 39 હજાર લોકોના એક્સિડેન્ટમાં મોત થયા છે. જેમાંથી મોટા ભાગના લોકોને માથાના ભાગે ઈજા થઈ હતી. જો કારમાં એરબેગ હોત તો લોકોના જીવ બચી શકતા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટેનના PMએ ભારતમાં શાનદાર સ્વાગતથી થયા ખુશ થઇ કહ્યું કે, “મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીનો આભાર”
Next articleજમ્મુમાં થયો આતંકી હુમલો, CISFની બસને લક્ષ્ય રાખી મોટા હુમલાનો પ્લાન થયો રદ