Home મનોરંજન - Entertainment કંગના વગર કેતન ઝાંસી કી રાણી બનાવશે

કંગના વગર કેતન ઝાંસી કી રાણી બનાવશે

690
0

(જી.એન.એસ), તા.૩
ટોચના ફિલ્મ સર્જક કેતન મહેતા કંગના રનૌત વિના પણ ઝાંસી કી રાણી વિશેની ફિલ્મ બનાવશે એવી માહિતી મળી હતી. અગાઉ કંગના આ ફિલ્મ તેમની સાથે કરવાની હતી.
હવે કંગના એ ફિલ્મ છોડી ચૂકી છે અને સાઉથના એક ડાયરેક્ટર ક્રીશ સાથે એજ વિષયની ફિલ્મમાં ચમકવાની છે. કેતનની નિકટનાં સૂત્રોએ કહ્યા મુજબ કેતન જરાય નાસીપાસ થયા નથી. એ છેલ્લાં પાંચેક વર્ષથી આ વિષય પર સંશોધન કરી રહ્યા હતા. હવે એને મૂકી દેવાની તેમની ઇચ્છા નથી.
અગાઉ કેતન સરદાર વલ્લભભાઇ પટેલ અને સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડે જેવી બાયો-ફિલ્મ બનાવી ચૂક્યા છે. તેમને આ પ્રકારની ફિલ્મો બનાવવાનો સારો એવો અનુભવ છે. એટલે કંગનાના ફિલ્મ છોડી જવાથી એ ફિલ્મ પડતી મૂકવાના નથી. એમણે નિશ્ચય કર્યો છે કે એ ઝાંસી કી રાની વિશે અચૂક ફિલ્મ બનાવશે.
કેતનના એક મિત્રે આપેલી માહિતી મુજબ ક્રીશની મણીકર્ણિકા (રાણી લક્ષ્મીબાઇ ) પૂરી થાય એ પહેલાં કેતન આ વિષય પર એક ક્વીકી બનાવીને એને રજૂ કરવા કમર કસી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્ટાર કીડ્સનો માર્ગ ઊલટો કપરો હોય છે
Next articleરાખી સાવંતની પંજાબ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કારણ