Home મનોરંજન - Entertainment કંગના રનૌતની ફિલ્મ તેજસ પહેલા દિવસે એક કરોડ પણ ન કમાઈ શકી

કંગના રનૌતની ફિલ્મ તેજસ પહેલા દિવસે એક કરોડ પણ ન કમાઈ શકી

39
0

(GNS),28

બોલિવૂડ હિરોઈન કંગના રનૌત પોતાની વાણી અને સીધું મોઢા પર બોલવા માટે ફેમસ છે. જેને કારણે ફિલ્મોના કારણે હંમેશા પોતાની જાતને લાઇમલાઇટમાં રાખે છે. કંગના રનૌત તેના દમદાર અભિનય માટે જાણીતી છે. જો કે હવે એક્ટિંગની સાથે કંગના ફિલ્મનું ડિરેક્શન પણ કરી રહી છે. તેને તે જવાબદારી પણ સંભાળવાનું શરૂ કરી દીધું છે. અભિનેત્રીની ફિલ્મ તેજસ ગઈકાલે જ હજી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મના રિવ્યુ વિશે વાત કરીએ તો તેને જોવા વાળા લોકોએ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.

પરંતુ ફિલ્મની પહેલા દિવસની કમાણીએ ડાયરેક્ટર અને નિર્દેશકને નિરાશ કર્યા છે. તેજસના પ્રથમ દિવસના આંકડા સામે આવ્યા છે. કંગનાના ફોલોઅર્સ તેજસની રિલીઝ પર નજર રાખી રહ્યા હતા. ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક સંવાદોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડ અને રોની સ્ક્રુવાલાએ કર્યું છે. ફિલ્મની સ્ટોરી એક મિશન પર આધારિત છે. કંગના લોકોને આતંકવાદીઓના ચુંગાલમાંથી બચાવતી જોવા મળશે.

કંગના રનૌતને તેજસ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ આ અભિનેત્રીની ફિલ્મની હાલત પહેલાં દિવસથી જ ખરાબ લાગે છે. ઓપનિંગ કલેક્શન જોયા બાદ હવે યુઝર્સ તેજસને ફ્લોપ ફિલ્મ કહેવા લાગ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેજસે શરૂઆતના દિવસે માત્ર 0.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પરંતુ મેકર્સ શનિવાર અને રવિવારના આંકડાઓ પર નજર રાખી રહ્યા છે. જો કે ફિલ્મને વીકેન્ડ પર રજાઓનો લાભ ચોક્કસ મળશે.

ફિલ્મો ઓનલાઈન લીક થવી એ આજકાલ નવી બાબત નથી અને તે સામાન્ય બાબત છે. પરંતુ આ તેની રિલીઝના થોડાં કલાકો બાદ જ થયું હતું તેથી ફિલ્મની કમાણી પર તેની મોટી અસર પડી છે. કંગના રનૌતની તેજસ સાથે પણ કંઈક આવું જ થયું છે. તેજસ સિનેમાઘરોમાં રજૂ થયાના થોડાં કલાકો પછી તે ઓનલાઈન આવી ગયું હતું. જો કે આ એક પ્રકારનો ગુનો માનવામાં આવે છે. વીડિયોની વાત કરીએ તો આ ફિલ્મ HD પ્રિન્ટ સાથે લીક થઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં ભરાયેલી સંતસભામાં સનાતન ધર્મ બચાવવા સંતોએ શાબ્દિક બાણ ચલાવ્યા
Next articleદૈનિક રાશિફળ (તા.૩૦-૧૦-૨૦૨૩)