Home રમત-ગમત Sports ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનાં બોલર્સે બોલિંગમાં તરખાટ મચાવ્યો

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનાં બોલર્સે બોલિંગમાં તરખાટ મચાવ્યો

41
0

કેમરૂન ગ્રીને લડાયક બેટિંગ કરીને અણનમ સદી ફટકારતાં મેચનો પ્રથમ દિવસ બંને ટીમ માટે સરભર રહ્યો

(જી.એન.એસ),તા.૦૧

ન્યુજીલેન્ડ,

પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ગુરુવારે અહીંના બેસિન રિઝર્વ ખાતે લંચની આસપાસ સૂર્યોદય થયો અને તે સાથે જ ન્યૂઝીલેન્ડની બોલિંગમાં નવો પ્રાણ આવ્યો હોય તેમ તેના બોલર્સે તરખાટ મચાવ્યો હતો જેને કારણે ઓસ્ટ્રેલિયન ટીમની બેટિંગનો ધબડકો થયો હતો. જોકે કેમરૂન ગ્રીને લડાયક બેટિંગ કરીને અણનમ સદી ફટકારતાં મેચનો પ્રથમ દિવસ બંને ટીમ માટે સરભર રહ્યો હતો. એક તરફ ઓસ્ટ્રેલિયાએ આખા દિવસમાં નવ વિકેટે 279 રન કર્યા હતા તો મેટ હેનરી સહિત કિવિ બોલર્સનો દબદબો રહ્યો હતો. અહીં શરૂ થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને હરીફ ટીમને બેટિંગમાં ઉતારી હતી જેનું ફળ તેમને 25મી ઓવરમાં મળ્યું હતું પરંતુ અને ત્યાર બાદ ટીમે સતત વિકેટો ખેરવી હતી. ઓપનર સ્ટિવ સ્મિથે પ્રારંભમાં મજબૂત બેટિંગ કરી હતી અને 71 બોલ સુધી હરીફ બોલરને લડત આપી હતી. અંતે 31 રનના અંગત સ્કોરે તે મેટ હેનરીની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો.

મેરનસ લબુશેન લગભગ છ ઓવર સુધી રમ્યો પરંતુ તે એક જ રન કરી શક્યો હતો જ્યારે સ્મિથનો ઓપનિંગ જોડીદાર ઉસ્માન ખ્વાજા 41મી ઓવરમાં આઉટ થયો ત્યારે તેનો અંગત સ્કોર 33 રન હતો. લબુશેનની માફક ટ્રેવિસ હેડ પણ એક રન કરી શક્યો હતો. આ તબક્કેથી કેમરૂન ગ્રીને કાંગારું ટીમ માટે બચાવ કામગીરી પ્રારંભ કરી દીધી હતી. તેણે ન્યૂઝીલેન્ડના અનુભવી અને નવોદિત, ઝડપી અને સ્પિન એમ તમામ પ્રકારના બોલરનો સામનો કરીને 155 બોલમાં 16 ચોગ્ગા સાથે અણનમ 103 રન ફટકાર્યા હતા. આમ શુક્રવારે સવારે રમત આગળ ધપશે ત્યારે ઓસ્ટ્રેલિયાના 279 રનમાં કેટલા રનનો ઉમેરો થશે તેનો આધાર ગ્રીનની રમત પર રહેલો છે. ન્યૂઝીલેન્ડના લગભગ તમામ બોલરે ઉમદા બોલિંગ કરી હતી. મેટ હેનરીએ 43 રનમાં ચાર વિકેટ ઝડપી હતી તો વિલિયમ ઓ રાઉરકે અને સ્કોટ કુગેલજિને બે બે વિકેટ ખેરવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10 તરફ આગેકૂચ
Next articleમહિલા ટીમના કોચ અમોલ મઝુમદાર વિમેન્સ પ્રીમિયર લીગમાંથી નવા બોલર શોધવા પ્રયત્નશીલ