(GNS NEWS)
ઓસ્ટ્રેલિયાના T20 કેપ્ટન એરોન ફિંચે આજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ફિંચે ગયા વર્ષે વન-ડેમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેણે T20માંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. ફિંચ ઓસ્ટ્રેલિયાની 2021 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. તેની જ કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની હતી. ફિંચ ઓસ્ટ્રેલિયા તરફથી T20માં સૌથી વધુ રન બનાવનાર બેટર પણ છે.T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ કેપ્ટન ફિંચ બિગ બેશ લીગ (BBL)માં મેલબોર્ન રેનેગેડ્સ માટે રમવાનું ચાલુ રાખશે. કેપ્ટન તરીકે ફિંચ માટે વર્ષ 2022 સારું રહ્યું નથી. યજમાન ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાં નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું. આ કારણે તેની કેપ્ટનશિપ પણ શંકાના દાયરામાં આવી ગઈ હતી.નિવૃત્તિ માટે જાહેર કરેલા નિવેદનમાં એરોન ફિંચે કહ્યું હતું કે ‘મને લાગે છે કે હું 2024નો T20 વર્લ્ડ કપ રમી શકીશ નહીં. તેથી હવે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે. મારે મેનેજમેન્ટને આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમ બનાવવા અને નવા કેપ્ટનને સેટ કરવા માટે સમય આપવો જોઈએ. 12 વર્ષ સુધી કેપ્ટનશિપ કરવી અને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમવું શાનદાર હતું.’એરોન ફિંચે T20 ક્રિકેટમાં ઘણાં રેકોર્ડ્સ બનાવ્યા છે. ફિંચ ઓસ્ટ્રેલિયાના સૌથી લાંબા સમય સુધી આપનાર કેપ્ટન બન્યો હતો. તેને 2013માં T20ની કેપ્ટનશિપ આપવામાં આવી હતી. ફિંચે ઓસ્ટ્રેલિયાની 76 મેચમાં કેપ્ટનશિપ કરી હતી. ફિંચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમી છે. ફિંચ 3120 રન સાથે ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવનાર ખેલાડી પણ છે.એરોન ફિંચે ઓસ્ટ્રેલિયા માટે 2011માં ઇંગ્લેન્ડ સામેની વન-ડે મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ફિંચે કુલ 146 વન-ડે રમી છે અને 5406 રન બનાવ્યા છે. T20માં તેણે 103 મેચ રમી છે અને 3120 રન બનાવ્યા છે. ફિંચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 19 સદી ફટકારી છે. એરોન ફિંચે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 31 ઓક્ટોબર 2022ના રોજ આયર્લેન્ડ સામે રમી હતી. જેમાં તેણે 63 રનની ઇનિંગ રમી હતી.
(GNS NEWS)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.