(GNS),12
ફરી એક વાર એ જ થયું છે, જે વર્ષે પહેલા લંડનથી લગભગ 130 કિમી દૂર સાઉથેંપ્ટનમાં થયું હતું. સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમની એવી જ હાલત થઈ છે, જેવી 2021માં થઈ હતી. ફરી એક વાર ટીમ ઈન્ડિયાને પોતાના દિગ્ગજ બેટ્સમેનની નિષ્ફળતાનું ભયંકર પરિણામ વેઠવું પડ્યું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાઈનલના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયા ફક્ત 234 રન પર ધ્વસ્ત થઈ ગઈ અને 209 રનથી મેચની સાથે ખિતાબ પણ હારી ગઈ. આવી જ રીતે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની ગઈ. ઓવલમાં ફાઈનલના પ્રથમ બે દિવસ જેવી રીતે ટીમ ઈંડિયાનું પ્રદર્શન હતું, ત્યાર બાદથી આ જ રિઝલ્ટની આશંકા હતી. બાદમાં પણ ટીમ ઈન્ડિયાએ આગામી બે દિવસમાં દમદાર વાપસી કરી મેચમાં પોતાની આશા બનાવી રાખી હતી.
ભારતીય ટીમ 444 રનના મોટા ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને છેલ્લા દિવસે તેને 280 રન બનાવવાના હતા. હાથમાં ફક્ત 7 વિકેટ હતી. અંતિમ છેલ્લા એક સેશનમાં ભારતની સાતેય વિકેટ પડી ગઈ. સાઉથૈંપ્ટનમાં 2021માં થયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ દિવસે ટીમ ઈન્ડિયા પાસે મેચને ડ્રો સુધી લઈ જવાનો મોકો હતો, પણ પહેલા સેશનમાં જ ભારતની બીજી ઈનિંગ્સ ધ્વસ્ત થઈ ગઈ . ઓવલમાં પણ આવું જ થયું. આ વખતે ટીમ ઈન્ડિયા સામે પડકાર વધારે હતો, પણ ચોથા દિવસે દમદાર પ્રદર્શન બાદ આશા વધી ગઈ. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે પર ટીમને આગળ લઈ જવાનો ભાર હતો. ભારતે છેલ્લા દિવસની શરુઆત 164ના સ્કોરથી કરી હતી. કોહલી અને રહાણેએ ઈનિંગ્સને આગળ વધારી. બંનેને ખૂબ જ જાળવીને બેટીંગ કરી, જેવી ચોથા દિવસના અંતે કરી હતી. આ ખાલી અડધો કલાક ચાલ્યું, કેમ કે ત્યાંથી હાર નક્કી થઈ ગઈ હતી. વિરાટ કોહલીને સ્કોટ બોલેંડે ખૂબ જ ચાલાકીથી ફસાવીને પહેલો ઝટકો આપ્યો. સ્ટીવ સ્મિથે સ્લિપ પર સનસનીખેજ કેચ ઝડપી લીધો. બોલેંડે આ જ ઓવરમાં રવીન્દ્ર જાડેજાને પણ આઉટ કરી દીધો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.