Home રમત-ગમત Sports ઓસ્ટ્રેલિયાનો રોમાંચક વિજય, ટેસ્ટ ક્રિકેટે દિલ જીતી લીધા

ઓસ્ટ્રેલિયાનો રોમાંચક વિજય, ટેસ્ટ ક્રિકેટે દિલ જીતી લીધા

27
0

(GNS),23

પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ મંગળવારે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ એશિઝ ક્રિકેટ ટેસ્ટમાં ભારે રસાકસી બાદ છેલ્લી ક્ષણોમાં આઠ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. આ સાથે તેણે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ ટેસ્ટ અત્યંત રોમાંચક રહી હતી અને છેલ્લી ક્ષણ સુધી ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જળવાઈ રહ્યો હતો. ઈંગ્લેન્ડે પણ છેલ્લી ઘડી સુધી મચક આપી નહતી જેને કારણે મેચ રોચક બની રહી હતી અંતે ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સે જવાબદારીપૂર્વક બેટિંગ કરીને પોતાની ટીમને સફળતા અપાવી હતી. ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે અંતિમ પળે લાયનનો કેચ છોડતાં તેના હાથમાંથી પ્રથમ ટેસ્ટ સરકી હતી. આ ટેસ્ટમાં ક્યારેક બેટિંગ તો ક્યારેક બોલિંગનો પ્રભાવ રહ્યો હતો અને સાથે સાથે હવામાને પણ તેની ભૂમિકા ભજવી હતી. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગ્સમાં 273 રનમાં ઓલ આઉટ થતાં ઓસ્ટ્રેલિયાને 281 રનનો ટારગેટ મળ્યો હતો. ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયા ત્રણ વિકેટે 107 રન પર હતું. અંતિમ દિવસે વરસાદે પણ ભૂમિકા ભજવી હતી અને ટેસ્ટમાં પ્રથમ સેશન ધોવાઈ ગયું હતું. ત્યારબાદ અમ્પાયર્સે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યા બાદ સ્થાનિક સમયે બપોરે સવા બે વાગ્યે 67 ઓવર આપી હતી. ઓપનર ઉસ્માન ખ્વાજાએ લડાયક મિજાજ બતાવ્યો હતો અને 197 બોલમાં 65 રન કર્યા હતા. નાઈટવોચમેન સ્કોટ બોલેન્ડ (20) અને બાદમાં ટ્રેવિસ હેડ (16)ની વિકેટ ગુમાવતા ટી સેશન સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે 183 રન હતો અને ઓસી.ને જીત માટે વધુ 98 રનની જરૂર હતી.

મેચ કોઈપણ ટીમના પક્ષમાં જઈ શકે તેવી સ્થિતિમાં હોવાથી અંતિમ દિવસે રોમાંચક બની રહી હતી. ખ્વાજા અને કેમરૂન ગ્રીન (28) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 49 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ થઈ હતી. આ સેટ જોડીને તોડવામાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર રોબિન્સને નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી અને બન્ને બેટ્સમેનને પેવેલિયન મોકલતા ઈંગ્લેન્ડ માટે જીતની આશા જગાવી હતી. જો કે ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે બાદમાં 44 રનની અણનમ ઈનિંગ્સ રમતાં તેણે ઓસી.ને જીત અપાવી હતી. ઈંગ્લેન્ડના નિયમિત સ્પિનર મોઈન અલીને અંગૂઠામાં ઈજા થતાં તે વધુ ઓવર કરી શકે તેવી હાલમાં ના હોવાથી જો રૂટને બોલિંગ કરવાની ફરજ પડી હતી. રૂટે એલેક્સ કેરી (20)ને આઉટ કરીને ઈંગ્લેન્ડને આઠમી સફળતા અપાવી હતી પરંતુ ત્યારબાદ નાથન લાયન 16 રન કરીને નોટ આઉટ રહ્યો હતો અને તેણે સુકાની કમિન્સ સાથે આઠમી વિકેટ માટે 55 રની અજેય ભાગીદારી નોંધાવી હતી. ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડે બીજા દાવમાં ત્રણ વિકેટ ઝડપી હતી. રોબિન્સને બે જ્યારે મોઈન અલી, જો રૂટ અને બેન સ્ટોક્સે એક-એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે અગાઉ બોલિંગમાં ચાર વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને 273 રન સુધી સિમિત રાખ્યું હતું. લાયને પણ બીજા દાવમાં ચાર સહિત બન્ને ઈનિંગ્સમાં મળીને આઠ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવ આઠ વિકેટે 393 પર ડિક્લેર કર્યો હતો જવાબમાં ઓસી.એ પ્રથમ દાવમાં 386 રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ પ્રથમ દાવમાં 145 અને બીજામાં 65 રનની ઉપયોગી ઈનિંગ્સ રમતા તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field