(GNS),11
ઓસ્ટ્રેલિયાએ શનિવારે દક્ષિણ આફ્રિકા સામે બીજી વન-ડેમાં 123 રને વિજય મેળવીને પાંચ વન-ડેની સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. ઓપનર ડેવિડ વોર્નર (106) અને લાબુશેન (124)ની ઝંઝાવાદી સદીના સહારે ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં આઠ વિકેટે 392 રનનો વન-ડેનો ત્રીજો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 41.5 ઓવરમાં 269 રનમાં સમેટાઈ જતા તેને 123 રને પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી. હવે 12મી સપ્ટે.એ મંગળવારે શ્રેણીની ત્રીજી વન-ડે પોશેફસ્ટ્રૂમ ખાતે રમાશે. રેકોર્ડ રનચેઝ કરવા ઉતરેલી યજમાન દ.આફ્રિકાની ટીમને ક્વિન્ટન ડી કોક (45) અને કેપ્ટન ટેમ્બા બાવુમા (46)એ હકારાત્મક શરૂઆત કરાવી હતી અને પ્રથમ વિકેટ માટે 81 રન જોડ્યા હતા. સમયાંતરે વિકેટ પડવાનો ક્રમ ચાલુ રહેતા આફ્રિકાનો પનો ટૂંકો પડ્યો હતો અને ક્લાસેન તથા મિલરની 49 રનની ઈનિંગ્સ છતાં તે લક્ષ્યની આસપાસ પણ પહોંચી શક્યા નહતા.
ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ ચાર વિકેટ ઝડપી હતી. એબોટ્ટ, ઈલિસ અને હાર્ડીએ બે-બે વિકેટ મેળવી હતી. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયના બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે 93 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 106 રન ફટકાર્યા હતા. તેણે સાથી ટ્રેવિસ હેડ (65) સાથે પ્રથમ વિકેટ માટે 109 રનની મજબૂત પાર્ટનરશિપ કરી હતી. કેપ્ટન મિચેલ માર્શ ગોલ્ડન ડક સાથે પરત ફરતા કાંગારૂ ટીમે 109 રનમાં બે વિકેટ ગુમાવી હતી. લાબુશેને 99 બોલમાં 124 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં 19 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થયો હતો. જોશ ઈંગલિસે પણ 37 બોલમાં ફિફ્ટી ફટકારતા ઓસી. વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓસી. બેટ્સમેન ડેવિડ વોર્નરે સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડેમાં 106 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ તેણે ઓપનર તરીકે તમામ ફોરમેટમાં સચિન તેંડુલકરને નોંધાવેલી 45 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. ઓપનર તરીકે વોર્નરના નામે 46મી સદી નોંધાઈ હતી. વન-ડેમાં વોર્નરની 20મી સદી હતી અને સૌથી ઝડપી 20 સદી ફટકારવાના મામલે તે ત્રીજા ક્રમે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.