Home રમત-ગમત Sports ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં 1 ક્રિકેટ મેચ દરમિયાન  ક્રિકેટર જુનૈદ ઝફર ખાનનું નિધન

ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં 1 ક્રિકેટ મેચ દરમિયાન  ક્રિકેટર જુનૈદ ઝફર ખાનનું નિધન

23
0

(જી.એન.એસ) તા. 18

ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં  ક્રિકેટર જુનૈદ ઝફર ખાન નું ચાલુ મેચ દરમિયાન નિધન થયું હતું. આ ઘટના કોનકોર્ડિયા કોલેજ ઓવલ ખાતે બની, જ્યારે અતિશય ગરમીના કારણે જુનૈદ અચાનક મેદાન પર ઢળી પડ્યો અને તેનું મૃત્યુ નીપજ્યું. આ ઘટનાએ ક્રિકેટથી જોડાયેલા લોકોને સ્તબ્ધ કરી દીધા છે. આ સમાચાર સામે આવ્યા બાદ તેના પરિવારજનો અને મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હકીકતમાં જુનૈદ એક ક્લબ લેવલનો ખેલાડી હતો. શનિવારે જ્યારે તે મેચ રમી રહ્યો હતો, ત્યારે 41.7 ડિગ્રી સેલ્સયિસ તાપમાન હતું. આટલી આકરી ગરમીમાં જુનૈદે આશરે 40 ઓવર ફીલ્ડિંગ કરી હતી. 

જુનૈદ ઝફર ખાન રમઝાનના પવિત્ર મહિનામાં રોઝા રાખીને ક્રિકેટ રમી રહ્યો હતો. જોકે, ઇસ્લામિક નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિની તબિયત બગડે તો ઉપવાસ દરમિયાન પાણી પીવાની છૂટ હોય છે, અને જુનૈદે પણ આવી સ્થિતિમાં પાણી પીધું હતું. આમ છતાં, તેની તબિયત વધુ ખરાબ થઈ, અને તે મેદાન પર ઢળી પડ્યો. પેરામેડિક્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેને બચાવવાના સંપૂર્ણ પ્રયાસો કર્યા, જેમાં CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) પણ સામેલ હતું. દુર્ભાગ્યે, આ બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા, અને જુનૈદનો જીવ બચાવી શકાયો નહીં.

આ ઘટના બાદ ઓલ્ડ કોનકોર્ડિયન્સ ક્રિકેટ ક્લબે એક ભાવનાત્મક નિવેદન જારી કર્યું. ક્લબે જણાવ્યું, “અમારા ક્લબના એક અમૂલ્ય સભ્યના આકસ્મિક નિધનથી અમે ખૂબ જ દુ:ખી છીએ. જુનૈદ ઝફર ખાને કોનકોર્ડિયા કોલેજ ઓવલ પર રમતી વખતે એક તબીબી સમસ્યાનો સામનો કરવો પડ્યો, જે દુ:ખદ રીતે તેના મૃત્યુમાં પરિણમ્યો.” ક્લબે વધુમાં કહ્યું, “પેરામેડિક્સે તેમના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ તેમને બચાવી શકાયો નહીં. આ દુ:ખની ઘડીમાં અમારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ જુનૈદના પરિવાર, મિત્રો અને ટીમના સાથીઓ સાથે છે.” આ નિવેદનમાં ક્લબે તેમના ખેલાડી પ્રત્યેનો ઊંડો શોક વ્યક્ત કર્યું છે.

જુનૈદ ઝફર ખાન લગભગ 40 વર્ષની ઉંમરનો હતો અને તે 2013માં પાકિસ્તાનથી ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. એડિલેડમાં સ્થાયી થયા બાદ તેણે ક્રિકેટ પ્રત્યેના પોતાના જુસ્સાને જીવંત રાખ્યો અને ઘણાં વર્ષોથી સ્થાનિક સ્તરે રમતો રહ્યો હતો. તે ઓલ્ડ કોનકોર્ડિયન્સ ક્રિકેટ ક્લબનો મહત્વનો સભ્ય હતો અને તેની રમતથી સાથી ખેલાડીઓમાં પ્રખ્યાત હતો. જુનૈદના મૃત્યુથી તેના સાથીઓ અને મિત્રોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેના નજીકના મિત્ર હસન અંજુમે ભાવુક થઈને કહ્યું, “જુનૈદનું જવું એ અમારા માટે એક મોટી ખોટ છે. તેના જીવનમાં ઘણી મોટી સફળતાઓ હાંસલ કરવાની ક્ષમતા હતી, અને તે એક ઉમદા વ્યક્તિ હતો.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field