Home રમત-ગમત Sports ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ 34 રને હરાવી દીધું

ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ 34 રને હરાવી દીધું

50
0

ગ્લેન મેક્સવેલે ટી20માં પાંચમી સદી ફટકારી

(જી.એન.એસ),તા.૧૨

એડિલેડ-ઓસ્ટ્રેલિયા,

ગ્લેન મેક્સવેલની આક્રમક અણનમ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ ટીમને 34 રને હરાવવાની સાથે શ્રેણીમાં 2-0ની અજેય લીડ પ્રાપ્ત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે ટી20માં પાંચમી સદી ફટકારવાની સાથે જ ભારતના કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી હતી. મેક્સવેલના 55 બોલમાં અણનમ 120 રનના સહારે ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટે 241 રન નોંધાવ્યા હતા. જવાબમાં કેરેબિયન ટીમે પણ વળતી લડત આપી હતી અને તેટલી જ ઓવરમાં 207 રન કર્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલના 63 રન સર્વોચ્ચ રહ્યા હતા. આન્દ્રે રસેલે 16 બોલમાં 37 રનની ઈનિંગ્સ રમી હતી. જેસન હોલ્ડરે છેલ્લે લડત આપતા 16 બોલમાં અણનમ 28 રન કર્યા હતા પરંતુ તે ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન-ડેમાં 11 રને જીત મેળવતા ત્રણ ટી20 મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી છે અને પર્થમાં 13 ફેબ્રુઆરીએ રમાનાર ત્રીજી ટી20 ઔપચારિક રહેશે. ગ્લેન મેક્સવેલ 55 બોલમાં 12 ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે 120 રન કરીને નોટ આઉટ રહેતા મેન ઓફ ધ મેચ બન્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝે સાતમી ઓવરમાં જ 63 રનમાં પાંચ વિકેટ ગુમાવતા તે ફસડાયું હતું. કેપ્ટન રોવમેન પોવેલે 36 બોલમાં 63 રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થયો હતો. તેણે છઠ્ઠી વિકેટ માટે રસેલ (37) સાથે 46 રનની પાર્ટનરશિપ કરીને બેટિંગમાં સ્થિરતા લાવવા પ્રયાસ કર્યો હતો. બીજા છેડે વિકેટ પડવાનો ક્રમ ચાલુ રહેતા વિન્ડિઝની ટીમ પર જરૂરી રનરેટનું દબાણ સર્જાયું હતું. માર્કસ સ્ટોઈનિસે ત્રણ, જ્હોનસન અને હેઝલવુડે બે-બે તેમજ બેહરેનડોર્ફ અને ઝામ્પાએ એક-એક વિકેટ ઝડપી હતી. કેરેબિયન ટીમે ટોસ જીતીને યજમાન ઓસી. ટીમને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં જોશ ઈંગલિસ (4) અને મિચેલ માર્શ (29)ની વિકેટ ગુમાવતા બે વિકેટે 57 રન કર્યા હતા. સાતમી ઓવરમાં ઓપનર ડેવિડ વોર્નર (22) પણ શેફર્ડની ઓવરમાં રૂધરફોર્ડના હાથે કેચ આઉટ થતા ઓસ્ટ્રેલિયાને ત્રીજો ફટકો પડ્યો હતો. ગ્લેન મેક્સવેલે ઝંઝાવાતી બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને વેસ્ટ ઈન્ડિઝના બોલર્સની ચોતરફ ધોલાઈ કરી હતી. મેક્સવેલે માર્કસ સ્ટોઈનિસ (16) સાથે ચોથી વિકેટ માટે 82 રનની જ્યારે ટીમ ડેવિડ (31) સાથે પાંચમી વિકેટ માટે 92 રનની અણનમ ભાગીદારી કરીને 241 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ઓવલ ખાતે ટી20માં આ સર્વાધિક સ્કોર છે. વિન્ડિઝના બોલર્સમાં અલ્ઝારી જોસેફે 7.75 ઈકોનોમી અને એક વિકેટ સાથે અસરકારક બોલર રહ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘ઈમરજન્સી’ જોયા પછી હું વડાપ્રધાન બનું તેવું કોઈ નહીં ઈચ્છે : કંગના રનૌતે
Next articleબીજી વન-ડેમાં અફઘાન સામે શ્રીલંકાનો 155 રને વિજય