(G.N.S) dt. 3
સુરત,


રવિવારે, ચાર રાજય માંથી ત્રણ રાજયની વિઘાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. આ પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે જનતાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ છે– શ્રી સી.આર.પાટીલ
આવનાર લોકસભા ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકની જીતની હેટ્રીક થવાની છે જ પણ દરેક બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાનો પ્રયાસ કરવાનો છે.
– શ્રી સી.આર.પાટીલ
દિવાળીનો સ્નેહ મીલન કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓને પેજ સમિતિના પ્રણેતા અને મજબૂત સંગઠન શક્તિ ઘરાવતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ શુભકામના પાઠવતા હોય છે ત્યારે રવિવારે સુરતના ઓલપાડ વિઘાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં યોજાયો.
પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દિવાળીના તહેવાર અને વિક્રમ સંવત 2080ના નવા વર્ષની આપ સૌને શુભકામના પાઠવું છું. આજે ચાર રાજય માંથી ત્રણ રાજયની વિઘાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. આજના પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે જનતાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ છે. ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં એક મહાઢગ આવ્યો હતો તેને ગુજરાતની જનતાને ફોસલાવાનું કામ કર્યુ પણ જનતાએ તેને નકારી દીધો છે તેને જોઇ બાકીના રાજયોમાં પણ જનતાએ વડાપ્રધાનશ્રી પર વિશ્વાસ અતૂટ રાખ્યો છે. આજે દેશની જનતાને સુરક્ષાની જે ભાવના થઇ રહી છે તે ફકત આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કારણે છે.
પ્રદેશ અધ્યક્ષ પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, દેશના વિકાસમાં ગરીબમાં ગરીબ વ્યકિત પણ ફાળો આપે તે માટે તેમને સક્ષમ કરવા ઘણી સરકારી યોજના જાહેર કરી છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાનો લાભ જરૂરીયાત મંદને મળે તે માટે ભાજપના કાર્યકર પ્રયાસ કરે. આવનાર લોકસભા ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકની જીતની હેટ્રીક થવાની છે જ પણ દરેક બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાની છે સાથે ગુજરાત વિઘાનસભાના 52 હજાર બુથમાં લીડ મેળવવાની છે. આવો સાથે મળીને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો હાથ મજબૂત કરીએ.
આ કાર્યક્રમમાં સાંસદ અને કેન્દ્રીયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ,રાજયના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, જિલ્લાના પ્રમુખશ્રી ભરતભાઇ રાઠોડ,સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા શ્રી ભાવિનીબેન પટેલ, શ્રી દક્ષેશભાઇ માવાણી, ધારાસભ્યશ્રીઓ શ્રી સંગીતાબેન પટેલ, શ્રી સંદિપભાઇ દેસાઇ,સ્ટેન્ડિગ કિમિટાના ચેરમેનશ્રી રાજનભાઇ પટેલ, શ્રી જીગરભાઇ નાયક, શ્રી કિશોરભાઇ બિંદલ, શ્રી મુકેશભાઇ દલાલ સહિત જિલ્લાના હોદ્દેદારશ્રીઓ,પેજ સમિતિના સભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.