(જી.એન.એસ) તા. 1
અમદાવાદ,
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તાની ઉપસ્થિતિ
તારીખ 4 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર છે. રાજ્યભરમાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ઓબ્ઝર્વર શ્રી અભિનવ ચંદ્રાએ ૭-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આગામી 4 જૂનના રોજ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી થનાર છે. આ મુલાકાત સમયે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તા અને ઝોન -૧ ડીસીપી શ્રી હિમાંશુ વર્મા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓબ્ઝર્વરશ્રીએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ નિહાળી હતી તેમજ આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.