(જી.એન.એસ) તા.૧૦
અમદાવાદ,
અમદાવાદના શાહીબાગમાં આવેલી વિદેશી પોસ્ટ ઓફિસમાંથી એક શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું. અમદાવાદના શાહીબાગમાં આવેલી વિદેશી પોસ્ટ ઓફિસમાંથી એક શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું, અમદાવાદના શાહીબાગમાં આવેલી વિદેશી પોસ્ટ ઓફિસમાંથી એક શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું. આ શંકાસ્પદ પાર્સલ વડોદરાથી દુબઈ જઈ રહ્યું હતું, જેમાં તપાસ દરમિયાન શંકાસ્પદ સીમકાર્ડ મળી આવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઈમના અધિકારીઓને જાણ કરવામાં આવતાં તપાસ દરમિયાન પોલીસને પાર્સલમાં કાર્બન પેપરમાં છુપાયેલા 55 જેટલા સિમકાર્ડ મળી આવ્યા હતા. આ અંગે પોલીસને માહિતી મળી હતી કે આ પાર્સલ વડોદરાના વડસર ગામથી દુબઈના સિંગલ બિઝનેસ ટાવરમાં સૂર્યા નામના વ્યક્તિને મોકલવામાં આવ્યું હતું. આ પાર્સલ અંગે માહિતી એકત્ર કરવા તપાસ શરૂ કરવામાં આવી હતી અને શંકાના આધારે રાહુલ શાહ, કાંતિ બલદાણીયા અને અજય ભાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમે ભારતથી દુબઈ સિમકાર્ડ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી વિદેશી પોસ્ટ ઓફિસમાંથી 55 સિમકાર્ડ ધરાવતું પાર્સલ ઝડપાયા બાદ પોલીસે વડોદરાના બે અને ભરૂચના એક સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે મુખ્ય આરોપી અજય ભાલિયાએ દુબઈમાં 39 બેંક ખાતા પણ આપ્યા હતા જેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃતિ માટે થતો હતો. આરોપીઓ દુબઈમાં 450 રૂપિયામાં સિમકાર્ડ સપ્લાય કરતા હતા. સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડિયાના જણાવ્યા અનુસાર, દુબઈમાં ઓનલાઈન ગેમિંગ કૌભાંડ ચલાવતી ગેંગને કોલ કરવા માટે મોટી સંખ્યામાં સિમકાર્ડની જરૂર હતી અને અજય ભાલિયા આ કારસો ચલાવતો હતો. સીમકાર્ડ મોકલવાનું કૌભાંડ હતું. આ માટે રાહુલ શાહ જ્યારે કોઈ ગ્રાહકને સિમકાર્ડ ઈશ્યુ કરતો ત્યારે તે બાયોમેટ્રિક સિસ્ટમથી સીમકાર્ડ ઈશ્યુ કરતો હતો. જે તે ગ્રાહકને આપતો હતો અને આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઓફલાઈન સીમકાર્ડ આપીને પોતાની પાસે રાખતો હતો. આ રીતે તેણે કુલ 55 સીમકાર્ડ લીધા. તે આ સિમકાર્ડ દીઠ રૂ. 300ના દરે કાંતિ બદલાનીયાને આપતો હતો. કાંતિ બદલાણીયા અજય ભાલિયાને રૂ.350માં સીમકાર્ડ આપતો હતો અને અજય ભાલીયા રૂ.450માં દુબઈમાં સીમકાર્ડ સપ્લાય કરતો હતો. અત્યાર સુધીમાં આ રીતે મોટી સંખ્યામાં સિમ કાર્ડ દુબઈ મોકલવામાં આવ્યા હોવાની શક્યતા છે. કમિશન પર દુબઈમાં 30 એકાઉન્ટ આપવામાં આવ્યા હતા આ સિવાય પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપી અજય ભાલિયા માત્ર સિમકાર્ડ જ નહીં બેંક એકાઉન્ટ પણ આપતો હતો. અત્યાર સુધી દુબઈમાં લગભગ 30 બેંક ખાતાઓ કમિશન પર આપવામાં આવ્યા હતા, જેમાં ખાતાધારકને ગેમિંગ માટે ખાતા આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ તમામ એકાઉન્ટ દ્વારા કોઈ સાયબર ક્રાઈમ આચરવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.