(જી.એન.એસ) તા.૧૮
જામનગર,
ઓનલાઇન ટાસ્કની પાટૅ ટાઈમ જોબના નામે વડોદરાના યુવા પાસે 21 લાખ પડાવીને ગેંગના વધુ ચાર સાગરીત ભોપાલથી પકડાયા છે.
કારેલીબાગના જીતેન્દ્ર બડભુજરને પાર્ટ ટાઈમ જોબની ઓફર કરનાર ટોળકીએ શરૂઆતમાં યુટ્યુબ પર મુવીને લાઈક કરવા તેમજ બીજા ટાસ્ક આપી શરૂઆતમાં રૂપિયા આપ્યા બાદ પ્રીમિયમ ટાસ્કના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ડિપોઝિટ ભરાવી ઠગ ટોળકીએ રૂ.21 લાખ ઉપરાંતની રકમ પડાવી દીધી હતી.
આ ગુનામાં વડોદરા સાયબર સેલે અગાઉ સાત જણાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ભોપાલના સાગરીતોનું પણ નામ ખુલતા સાયબર સેલની ટીમે ભોપાલમાં તપાસ કરી હતી. જે દરમિયાન ચાર આરોપી ભોપાલની જેલમાં હોવાનું જણાઈ આવતા પોલીસે ટ્રાન્સફર વોરંટી ચારેયની ધરપકડ કરી વડોદરા લાવવા તજવીજ કરી હતી.
આ ચાર સાગરીતમાં એક બેંક કર્મચારીનો પણ સમાવેશ થાય છે.જેણે બોગસ કેવાયસી કરી ગેંગના સાગરીતોના બેન્ક એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી.
પોલીસે પકડેલા ચાર એકાઉન્ટ હોલ્ડરમાં ત્રણ આરોપી ધોરણ 10 સુધી ભણેલા છે જ્યારે એક આરોપી એમબીએ થયેલો છે. પકડાયેલાઓમાં (1)ફરહાન ઉર્ફે આસલ રહેમાન રિઝવાન (2) શારીક મુસ્તાક બેગ (3) મોહમ્મદ ઉવેશ ખાન સાફિક અને (4)શહજમાખાન નાસીર ખાનનો સમાવેશ થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.