(જી.એન.એસ)તા.30
નિર્ગુંડી,
ઓડિશામાં ફરી એકવાર એક મોટી રેલ્વે દુર્ઘટના બની છે. કટકના નિર્ગુંડી પાસે ટ્રેન નંબર 12551 કામાખ્યા એક્સપ્રેસની 11 ડબ્બાં પાટા પરથી નીચે ઉતરી ગયા છે. કટક સ્ટેશન છોડ્યા બાદ મંગોલી સ્ટેશન પાસે કામાખ્યા એક્સપ્રેસ સાથે દુર્ઘટના થઈ અને ડબ્બા પાટા નીચે ઉતરી ગયા હતાં. મળતી માહિતી મુજબ, B9 થી B14 સુધી ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પૂર્વ કોસ્ટ રેલ્વે મેનેજર, ખુર્દા ડીઆરએમ ઘટનાસ્થળે પહોંચ્યા અને કહ્યું કે, હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 25 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે એકનું મોત નીપજ્યું છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રેલવે અધિકારીએ જાણકારી આપી છે કે, અકસ્માત બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ છે.
હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા:-
ભુવનેશ્વર હેલ્પલાઇન – 8455885999
કટક હેલ્પલાઇન – 7205149591
ભદ્રક હેલ્પલાઇન – 9437443469
બેંગલુરુ-કામખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, ત્યારબાદ નીલાચલ એક્સપ્રેસ, ધૌલી એક્સપ્રેસ, પુરુલિયા એક્સપ્રેસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.