Home અન્ય રાજ્ય ઓડિશાના સીએમ, બીજું જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે આપ્યું રાજીનામું

ઓડિશાના સીએમ, બીજું જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે આપ્યું રાજીનામું

18
0

(જી.એન.એસ) તા. 5

ભુવનેશ્વર,

નવીન પટનાયકના બીજુ જનતા દળને ઓડિશામાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લીધી છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશાના સીએમ અને બીજું જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપી દીધું છે. તેઓએ રાજધાની ભુવનેશ્વરમાં રાજભવન ખાતે રાજ્યપાલ રઘુબર દાસને મળ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. સૌથી મહત્વની બાબતે ધ્યાને આવે છે કે, નવીન પટનાયક છેલ્લા 24 વર્ષમાં એક પણ ચૂંટણી હાર્યા નથી. જો કે આ વખતે તેમને તેમની વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. નવીન પટનાયકે ઓડિશાની હિંજલી અને કાંતાબાજી સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમણે હિંજલી બેઠક જીતી હતી. પરંતુ ભાજપના લક્ષ્મણ બેગે તેમણે કાંતાબાંજી બેઠક પર હરાવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પક્ષના હાઇકમાન્ડ સમક્ષ પોતાના રાજીનામાની ઓફર કરી
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવન ખાતે મળીને રાજીનામું સોંપ્યું