(GNS),19
ગાઝા પટ્ટીની હોસ્પિટલમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ઈઝરાયેલ સતત દાવો કરી રહ્યું છે કે તેની સેનાએ હોસ્પિટલ પર આ હુમલો નથી કર્યો. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે વિસ્ફોટના સ્થળે ખાડો ન હોવાનો પુરાવો છે કે તે તેના સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનું પરિણામ નથી. જ્યારે હમાસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો છે. દરમિયાન ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ પણ ‘સાઉન્ડટ્રેક’ બહાર પાડ્યું છે. આ અંગે તેણે દાવો કર્યો હતો કે આ અવાજ આતંકવાદીઓ વચ્ચેની વાતચીતનો એક ભાગ છે. જેમાં તેઓ ખોટી દિશામાં રોકેટ છોડાયાની વાત કરી રહ્યા છે. IDFએ કહ્યું કે આતંકવાદીઓને ખ્યાલ આવ્યો કે અલ-અહલી હોસ્પિટલ તરફ રોકેટ ખોટી દિશામાં છોડવામાં આવ્યું હતું. ઈઝરાયેલે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન ‘ઈસ્લામિક જેહાદ’ પર અસફળ રોકેટ હુમલાનો આરોપ લગાવ્યો છે..
ડ્રોન ફૂટેજ જાહેર કરતાં IDFએ કહ્યું કે, આ હુમલામાં ઈઝરાયેલ સામેલ નથી. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ કહે છે કે આ ફૂટેજ સાબિત કરે છે કે અલ-અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલના પાર્કિંગમાં થયેલો જોરદાર વિસ્ફોટ તેના હથિયારોથી થયો ન હતો. ઈઝરાયેલનું કહેવું છે કે જો તેના હવાઈ હુમલા કે મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હોત તો વિસ્ફોટના સ્થળે ધુમાડાના ગોટેગોટા અને સળગતી પાર્કિંગની જગ્યા નહીં પણ ત્યાં ખાડા પડ્યા હોત. IDFએ જણાવ્યું હતું કે, ડ્રોન વીડિયોમાં પાર્કિંગની જગ્યામાં વિસ્ફોટ થતો દેખાઈ રહ્યો છે. જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં ભારે આગ લાગી હતી, પરંતુ હવાઈ હુમલાના કોઈ ચિહ્નો નથી. IDF અનુસાર, ઇઝરાયેલના હુમલામાં સામાન્ય રીતે જમીનમાં ઊંડા ખાડા પડે છે..
પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ એક નાનું, પરંતુ અત્યંત કટ્ટર પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન છે. તે હમાસને ઇઝરાયેલ સામેના તેમના સામાન્ય સંઘર્ષમાં મદદ કરે છે. જોકે, સંગઠને આ આરોપોને નકારી કાઢ્યા છે. ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અલ-અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં ગઈકાલ મંગળવારે રાત્રે થયેલા વિસ્ફોટમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હોસ્પિટલ પહેલેથી જ ઘાયલ દર્દીઓથી ભરેલી હતી. ઇઝરાયેલી બાજુથી, નાગરિકોને ઉત્તરી ગાઝા પટ્ટીનો વિસ્તાર છોડીને દક્ષિણ તરફ જવા સૂચના આપવામાં આવી હતી. આ પછી, સેંકડો પેલેસ્ટિનિયન નાગરિકો પણ છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં આશ્રય લઈ રહ્યા હતા, કારણ કે તેમને આશા હતી કે અહીં આશ્રય લેવાથી તેઓ ઈઝરાયેલના ભીષણ બોમ્બમારાથી બચી જશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.