(જી.એન.એસ),તા.૦૭
અમદાવાદ,
અંબાલાલ પટેલે કહ્યું કે, 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે. ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી. પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 9 અથવા તો 10મી તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે. 9 કે10મી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ 11 કે 12 તારીખે પૂર્ણ થઇ જશે. આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો જ હશે. બહું લાંબો રાઉન્ડ નહીં હોય. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં 8 અને 9 ઓગસ્ટના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.